વરસાદની મોસમમાં ગુજરાતી સંગીતકાર કિર્તીદાન ગઢવીનું નવું સોન્ગ થયું રિલીઝ ઓ આ ગીત ની ઝલક
ગુજરાતી લોક સંગીતકાર કિર્તીદાન ગઢવી હંમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે અને અવારનવાર અનેક નવા ગીતો રજૂ કરતા હોય છે જેમાં તેમના ચાહકો તરફથી ખૂબ સાથ સહકાર અને પ્રેમ જોવા મળે છે. થોડા સમય પહેલા કીર્તીદાન ગઢવી નો સમગ્ર પરિવાર અબુધાબીના પ્રવાસ પર જોવા મળ્યું હતું. જેમાં પરિવારે અબુધાબીમાં યોજાયેલ હરી કથામાં હાજરી આપી પૂજય વક્તા મહોદય ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ બાદ પોતાની પત્ની અને બાળકો સાથે કિર્તીદાન ગઢવી અબુધાબી ના અલગ અલગ ફરવા લાયક સ્થળ પર મજા માણતા જોવા મળ્યા હતા અને અંતમાં તેણે બુર્જ ખલીફા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી જ્યાં તેમના બાળકે આંખ પર ટેટુ લગાવ્યું હતું જેની તસવીરો કિર્તીદાન ગઢવી અને તેમના બાળકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી અને ચાહકો તરફથી પણ કોમેન્ટ દ્વારા ખૂબ પ્રેમ જોવા મળ્યો હતો.
કિર્તીદાન ગઢવીએ આ પ્રવાસ બાદ પોતાના ચાહકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. હાલમાં જ ચોમાસાની શરૂઆત સાથે જ કિર્તીદાન ગઢવી નું નવું ગીત “આભમાં ઝીણી ઝબૂકે”ગીત રિલીઝ થયું છે. આ ગીત રિલીઝ થયાના થોડાક જ દિવસોમાં youtube પર લાખો લોકોએ જોઈ લીધું છે. આ ગીત માટે ચાહકો તરફથી પણ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી તથા દરેક લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ નવા ગીત ના સમાચાર આપતા કિર્તીદાન ગઢવીએ કહ્યું હતું કે “સુર ના વરસાદ માં ભીંજાવા થઈ જાઓ તૈયાર, અમે લઈ ને આવી રહ્યા છીએ વ્હાલ ભરેલું એક ગીત.” અને સાચે જ આ ગીત સાંભળતા તમામ લોકોના દિલ ખૂબ જ ખુશ થઈ ગયા હતા કિર્તીદાન ગઢવીનો સૂર તમારા હૃદયને સ્પર્શી જાય છે.
આ ગીતમાં વરસાદ પ્રત્યેનો પ્રેમ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે જેથી ચોમાસાની ઋતુમાં આ ગીતને ખૂબ જ ઓછા સમયમાં વધારે લોકપ્રિયતા મળી હતી અને ગીત આખરે ખૂબ જ સફળ થઈ રહ્યું છે. કિર્તીદાન ગઢવી અને યુવા સંગીતકાર પ્રિયાનો મધુર અવાજ આ ગીતમાં તમને સાંભળવા મળશે. આ ગીતને સમગ્ર વિશ્વમાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયામાંથી તમામ ચાહકોને ગીત માટે પ્રેમ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ ગીત સાંભળી હૃદયમાં એકવાર જરૂરથી પ્રેમની લાગણી ઊભી થશે કારણકે કિર્તીદાન ગઢવીએ પોતાના મધુર અવાજથી આ ગીતમાં પ્રેમની સાચી પરિભાષા ખૂબ જ સુંદર રીતે દર્શાવી છે આ કારણથી જ ગીતને અત્યાર સુધી youtube પર લાખો વખત જોવામાં આવી રહ્યું છે. આ સાથે કિર્તીદાન ગઢવી ના અનેક ભજનો લોકસંગીત પ્રાર્થના અને આલ્બમ સોંગ ખૂબ જ લોકોને પસંદ આવે છે આ કારણથી જ કિર્તીદાન ગઢવી ને ગુજરાતનું લોકસંગીત ક્ષેત્રે ગર્વ કહેવામાં આવે છે આજે તેમને દેશ વિદેશમાં સંગીત ક્ષેત્રે તમામ સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે તે આપણા તમામ ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે.