ગુજરાત ના એક મંદિર માં વર્ષો જૂની પથરી અને હરસ મસા મટી જાય છે – જાણો ક્યુ છે આ મંદિર

સમગ્ર ગુજરાતમાં અનેક દેવી-દેવતાઓના તીર્થસ્થાનો આવેલા છે જ્યાં ભક્તોની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. તેથી દરેક ભક્તો માટે તે આસ્થાનું કેન્દ્ર બની જાય છે. ગુજરાતમાં ઘણા ચમત્કારી મંદિરો પણ આવેલા છે. જેના ચમત્કારોની વાતો સમગ્ર ગુજરાતમાં છવાયેલી છે આવા જ એક મંદિર વિશે વાત કરવા આજે જઈ રહ્યા છીએ. આ મંદિરમાં લપસ્યા ખાવાથી વર્ષો જુના હરસ મસા પણ મટી જાય છે. તેની સાથે સાથે પથરીઓમાં પણ ઘણા ભક્તોને ખૂબ મોટી રાહત થઈ છે. આ ચમત્કારી મંદિરની વાતો માત્ર ભારત માં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ફેલાયેલી છે. અહીં દેશ-વિદેશથી લોકો માનતા રાખે છે અને માતાજી પણ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

અહીં મનોકામના પૂર્ણ થયા બાદ કોઈ શ્રીફળ કે ચુંદડી નહીં પરંતુ મીઠું ચડાવવાની માન્યતા છે અહીં જે ભક્ત સાત વખત લસરપટ્ટી ખાય છે. તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે અહીં આવતા ભક્તો મંદિરની બાજુમાં આવેલી એક લસરપટ્ટીમાં લપસ્યા બાદ માતાજી પાસે પથરી કે હરસ મસા દૂર કરવાની માનતા રાખે છે અને માતાજી થોડા સમયમાં તે તમામ દર્દને દૂર કરી દે છે. ત્યારબાદ ભક્તો અહીં મીઠું લઈ માતાજીને ચડાવે છે. અહીં કોઈ પણ ભક્ત લપસણી ખાધા વગર જતા નથી અહીં લપસણી ખાવાની એક અનોખી માન્યતા છે.

દરેક ભક્તો અહીં સાતલસર પટ્ટી ખાધા બાદ જ મંદિરમાંથી બહાર નીકળે છે. આ મંદિરમાં અનેક ઇતિહાસો તથા વાતો જોડાયેલી છે કહેવાય છે કે પાંડવો અહીં માતાજીના દર્શન માટે આવ્યા હતા તેની સાથે સાથે ખોડીયાર માતાજીનો પણ એક અવતાર છે. આ મંદિર રાજકોટના ફીચર ગામમાં આવેલું છે જ્યાં નવરાત્રીના દિવસોમાં તથા અવારનવાર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અહીં દરેક ઉત્સવો પણ ગ્રામજનો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમાં આસપાસના ગામના લોકો પણ ભાગ લે છે અને તે તમામ ઉત્સવમાં પૂરતો સાત સહકાર આપે છે.

ગુજરાતમાં મા મેલડી ના અનેક તીર્થસ્થાનો આવેલા છે જ્યાં ભક્તો દેશ વિદેશથી આવી મા મેલડી ના દર્શન કરી ધન્ય બને છે. માં મેલડી પણ કોઈપણ ભક્તને નિરાશ થવા દેતી નથી અને તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. દરેકમાં મેલડીના ભક્તોને અતુલ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આવું જ એક મા મેલડીનું મંદિર ગુજરાતના રાજકોટ શહેરમાં આવેલું છે જે રાજકોટથી સાત કિલોમીટર દૂર આવેલું છે. આપે અત્યાર સુધી એક મુખવાળા જ માં મેલડી ના દર્શન કર્યા છે પરંતુ અહીં બે મુખવાળામાં મેલડી બિરાજમાન છે જે આજે પણ આવા કળિયુગમાં હાજરાહજૂર છે અને તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

આ મંદિર સાથે ઘણા બધા ઇતિહાસો તથા વાતો જોડાયેલી છે. આ મંદિર રાજાશાહી સમયનું ઇતિહાસથી ભરેલું મંદિર છે અહીં દર રવિવારે મંગળવારે તથા વાર તહેવારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. આ મંદિર નો ઇતિહાસ જોઈએ તો 200 થી 300 વર્ષ પહેલા મેલડી માતા આ ગામમાં બિરાજમાન છે. તેમની સાત પેઢી માતાજીની સેવા કરતી આવે છે આ મંદિરમાં હાલમાં સેવા કરનાર નવઘણભાઈ છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારેથી માં મેલડી ના મંદિરની સેવા કરે છે. માં મેલડીએ અહીં અનેક ભક્તોને પરચા આપ્યા છે અને તેમની તમામ મનોકામના પણ પૂર્ણ કરી છે. અહીં દૂર દૂરથી લોકો માનતા માનવા આવે છે આ મંદિરમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ સેવા કરવા માટે આવે છે.

અહીં કોઈ પણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી આ મંદિરમાં ઘણા ઉત્સવો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં સમગ્ર ગ્રામજનો તથા આસપાસના ગામ જનો અને દેશ વિદેશથી લોકો અહીં આવે છે. આ સિવાય બરવાળા તાલુકા પાસે મંગલપુરા ગામમાં મા મેલડી બે મુખમાં દર્શન આપે છે. આ મંદિર સાથે પણ અનેક વાતો તથા ઇતિહાસો જોડાયેલા છે જ્યાં મેલડી હાજરાહજૂર બિરાજમાન છે અને અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ત્યાંના મહંત એવા મનહર ભારતી બાપુ પણ ખૂબ જ દયાળુ સ્વભાવના છે ત્યાં પણ દર રવિવારે તથા મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે તેની સિવાય મલાતજ મેલડી માતાનું ભવ્ય મંદિર આવેલું છે જ્યાં પણ ભક્તો પોતાની શ્રદ્ધા તથા વિશ્વાસ લઇ માં મેલડી ના દર્શન કરવા માટે આવે છે અને માં મેલડી પણ કોઈ પણ ભક્તને નિરાશ થવા દેતી નથી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *