ભગવાન આવું દુઃખ કોઈ ને ન આપે!!11 વર્ષની માસુમ બાળકી પર બાકડો પડતા કાન અને નાકના ભાગે ગંભીર ઈજા પહોંચતા મળ્યું દર્દનાક મોત પરિવાર માથે આભ ફાટી પડ્યું

ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં ચૈત્રી નવરાત્રી નો પાવન તહેવાર ચાલતો હોવાથી વેરાવળના આદ્રી ગામે મહાકાળી માતાજી ના મઢમાં પરિવાર પૂજાપાઠ માટે આવ્યો હતો. આ પરિવાર સાથે આવેલી 11 વર્ષની બાળકી મઢની બહાર બાકડા પર મિત્રો સાથે બેઠી હતી ત્યારે અચાનક જ બાકડો પડી ભાંગતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ડોક્ટરોની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી મૃત્યુના સમાચાર સાંભળી તેના પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું.

મળતી માહિતી અનુસાર વાવડી ગામે રહેતો પરિવાર ચૈત્રી નવરાત્રી પ્રસંગે મહાકાળી માતાજી ના મઢે પૂજાપાઠ માટે આવ્યા હતા. તેવામાં 11 વર્ષની દીકરી પલ્લવી મિત્રો સાથે મંદિરની બહાર બાંકડા પર બેઠી હતી ત્યારે અચાનક જ બાંકડો ભાંગી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેથી પરિવાર દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેનો બચાવ અશક્ય બન્યો હતો.

વાવડી ગામે રહેતા સ્મરણ હાજાભાઇ જોટવા પોતાની દીકરીઓ સાથે મહાકાળી માતાજીના મઢે પધાર્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. દીકરીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તેને કાન અને નાકના ભાગે લોહી વહેવા લાગ્યું હતું. તેથી તેને વેરાવળની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ વધારે ઈજા પામી હોવાથી તે અંતે મૃત્યુને ભેટી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *