2006માં રિલીઝ થયેલી વિવાહ ફિલ્મની અભિનેત્રી અમૃતા રાવ પિંક એન્ડ વાઈટ આઉટ ફીટ કોમ્બિનેશન સાથે એરપોર્ટ પર જોવા મળી પરંતુ તેની સાદગી એ ચાહકોના દિલ જીતી લીધા
આપ સૌ લોકોએ વર્ષ 2006 માં રિલીઝ થયેલી વિવાહ ફિલ્મ તો જોય જ હશે. આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી તથા તેમાં અભિનય કરતા અભિનેતા અને અભિનેત્રી નો રોલ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. હાલમાં જ આ ફિલ્મની અભિનેત્રી અમૃતા રાવ એરપોર્ટ પાસે જોવા મળી હતી. આટલા વર્ષો થઈ ગયા બાદ તેની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી અમૃતા રાવના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે.
જોકે અમૃતા રાવ આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ પોતાની સાદગી ક્યારે ભૂલી નથી. એરપોર્ટ પર પણ તે સંપૂર્ણ સાદગી ભર્યા પહેરવેશમાં જોવા મળી હતી. તેની સાદગીના લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે અમૃતા રાવ વાઈટ એન્ડ પીંક કલરના આઉટ ફીટમાં જોવા મળી રહી છે. અમૃતા રાવ ની ફિટનેસ લુક એ લોકોને દીવાના બનાવી દીધા હતા. માત્ર 42 વર્ષની ઉંમરમાં તેણે અનેક સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે તથા બોલીવુડ ઇન્ડસ્ટ્રીને સુપરહિટ ફિલ્મોની ભેટ આપી છે.
વર્ષ 2002માં અભિનેત્રીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનયની શરૂઆત કરી હતી. એના જીવનની પ્રથમ ફિલ્મ અબ કે બરસ હતી. જેમાં તે અંજલી થાપરની મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ રોલ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. જોકે અમૃતા રાવને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કર્યા છે પરંતુ આ મુકામ સુધી પહોંચવા માટે તેને તેના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે.
અમૃતા રાવ એ બોલીવુડના અનેક દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. આ બાદ અમૃતા રાવ એ આરજે અનમોલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ તેને તેના લગ્નમાં 1.5 લાખ જેટલો જ ખર્ચો કર્યો હતો. આ જ વાતથી લોકોને તેની સાદગી ખૂબ જ પસંદ આવે છે.
હાલમાં તો તે એક પુત્રની માતા બની ચૂકી છે પરંતુ આટલા વર્ષો થયા બાદ પણ તે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે હાલમાં તો તેની એક ઝલક જોઈ તમામ ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. જેની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે તથા લોકોને અમૃતા રાવ જોતાની સાથે જ વિવાહ ફિલ્મની યાદ આવી ગઈ હતી.