હાર્ટ એટેક ના કારણે રાજકોટમાં રહેતા 22 વર્ષના યુવકનું થયું દર્દનાક મોત સમગ્ર પરિવાર માથે આભ ફાટી પડ્યું
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે અનેક લોકો ખૂબ જ ચિંતામાં મુકાયા છે આજના સમયમાં માત્ર મોટી ઉંમરના વ્યક્તિઓ ને નહીં પરંતુ યુવાનોને પણ હાર્ટ એટેકનો આ ખતરો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી હતી જે માત્ર 22 વર્ષના નવયુવાનને હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું પરિવારનો એક જ દીકરો હોવાને કારણે આ સમાચાર પરિવારને મળતાની સાથે સમગ્ર પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું.
રાજકોટ શહેરના મહુડી વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્કમાં રહેતો કશ્યપ ખીરા નામનો યુવાન જ્યારે પોતાના ઘરે આવ્યા ત્યારે તેને અચાનક જ છાતીમાં દુખાવો થતા પરિવાર દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરો એ લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરો દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે યુવકનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે.
મૃતક યુવક રાજકોટમાં આવેલી એમબીએ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો જ્યારે તેના પિતા પ્રાઇવેટ નોકરી કરી કુટુંબનું ભરણપોષણ કરતા હતા એક સામાન્ય પરિવારમાંથી આ દીકરો હતો પરંતુ તેની સાથે સાથે એકનો એક દીકરો હોવાને કારણે મૃત્યુના સમાચાર મળતાની સાથે જ પરિવારનો સહારો ચાલ્યો ગયો હતો. યુવકની સ્મશાન યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તથા દરેક લોકોએ શોકની લાગણી વ્યક્ત કરી હતી.