સાચે પ્રેમ આંધળો હોય છે!! 28 વર્ષની સુંદર યુવતી અને 70 વર્ષના દાદાએ ધામધૂમથી કર્યા લગ્ન જુઓ વાયરલ તસવીરો
આપણા ભારત દેશમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે ઘણા લોકો કહે છે કે બંને લોકોનું મિલન કરાવવું એ ભગવાનના હાથમાં છે અને જોડી પણ તે જ બનાવતા હોય છે. પરંતુ હાલમાં લગ્ન માટે એક એવી જોડી સામે આવી છે જેને જોઈ તમારા પણ થોડીવાર માટે હોંશ ઉડી જશે. આજના આ કળિયુગમાં પ્રેમ ધીરેધીરે આંધળો બનતો જાય છે લોકો સામેનો પાત્ર માટે થોડી પણ યોગ્યતા જોતા નથી અને જાણે અંધ હોય તેવી રીતે પ્રેમ કરી બેસતા હોય છે હાલમાં એક એવી જ ઘટના સામે આવી છે.

આ જોડી જોતા ની સાથે જ તમને થોડી વાર માટે એવું લાગશે કે આ દાદા દીકરી છે પરંતુ આ હકીકતમાં લગ્ન કરી પતિ-પત્ની બની ગયા છે. આ બંને લોકો લગ્ન કરવા માટે ભારત આવ્યા હતા જેમાં 28 વર્ષની યુવતી અને 70 વર્ષના દાદા જોવા મળે છે. 70 વર્ષના આ વૃદ્ધે ભગવાન ના ભજન કરવાની ઉંમરે 28 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકો વિચારમાં પડી ગયા હતા કે આવું થવું પણ આ કળયુગમાં શક્ય છે.

તસવીરોમાં જોઈ શકો છો કે એક સુંદર યુવતીએ રેડ લહેંગો પહેર્યો છે. આ સાથે 70 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ ક્રીમ શેરવાની અને રેડ દુપટ્ટામાં જોવા મળે છે. આ બંને લોકોને તસવીરો સોશિયલ મીડિયામાં શેર થતા ની સાથે જ લોકોએ કોમેન્ટમાં પોતાના અલગ અલગ મંતવ્ય આપવાનું શરૂ કરી દીધું હતું એક વ્યક્તિ લખી રહ્યો છે કે આ માત્ર પૈસાનો ખેલ છે તો અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે ખરેખર પ્રેમ આંધળો છે આજે આપણે જોઈ પણ લીધું. એક વ્યક્તિ લખ્યું હતું કે આ તો કળિયુ કરતા પણ વિશેષ સમય ચાલી રહ્યો છે.
આ બંને લોકો એકબીજા સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે તથા બંને લોકોએ પોતાના લગ્નમાં ડાન્સ પણ કર્યો હતો. પરંતુ હજુ સુધી આ કપલ કયાનું છે તેને કોઈ ખાસ ખબર સામે આવી નથી પરંતુ ઉંમરમાં આટલો તફાવત જોઈ તમામ લોકો ચક્કર ખાઈ ગયા હતા.આવા અનેક લગ્નના કિસ્સાઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે પરંતુ હાલમાં આ યુવતી અને દાદા ના લગ્ન લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા હતા.
