સુરતમાં મહેકી ઊઠી માનવતા કિકાણી પરિવારમાં રહેતા 28 વર્ષીય પીનલબેન બ્રેઈન ડેડ થતા તેના અંગો દ્વારા પાંચ લોકોને મળી નવી જિંદગી

આજના સમયમાં હવે દરેક લોકો અંગદાન વિશે જાગૃત થઈ રહ્યા છે. તથા અન્ય લોકોમાં પણ આ જાગૃતતા ફેલાવી એક માનવતાનું કાર્ય કરી રહ્યા છે તે દરેક લોકો આજના સમયમાં સરાહનીય છે. તેવામાં સુરત શહેરમાંથી વધુ એક અંગદાન નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય પિનલબેન કિકાણી અચાનક પોતાના ઘરે બેભાન થઈ જતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે ડોક્ટરની ચાર દિવસની લાંબી સારવાર બાદ તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ પીનલબેન ના પરિવારે અંગદાન નો વિચાર રજૂ કર્યો હતો. ત્યારબાદ પીનલબેન ના કિડની લીવર અને ચક્ષુનું દાન અન્ય પાંચ લોકોને કરવામાં આવ્યું હતું. પીનલ બેન ના પરિવાર દ્વારા આ દાન કર્યા બાદ તમામ લોકોમાં માનવતા મહેકી ઉઠી હતી. પીનલબેન જ્યારે પોતાના રૂમમાં સુતા હતા ત્યારે અચાનક જ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તેના સાસુ દ્વારા દરવાજો ખખડાવતા કોઈ જવાબ ના મળતા આસપાસના લોકો દ્વારા દરવાજો તોડવામાં આવ્યો હતો. ત્યારબાદ અચાનક જ તેઓ બેભાન ની હાલતમાં મળતા તેના પરિવાર દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરો દ્વારા ચાર દિવસની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ બાદ તેના પરિવારના સારા વિચારો દ્વારા પીનલબેન ના તમામ અંગોને દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આ દાનથી પાંચ લોકોને નવજીવન મળ્યું હતું પીનલબેન ના આ પરિવારે પાંચ લોકોને નવી જિંદગી આપવા બદલ સુરત કોર્પોરેશન તથા અન્ય લોકોએ તેમને ખૂબ ખૂબ વધાવ્યા હતા. ખરેખર કોઈ વ્યક્તિ દુનિયામાંથી ચાલ્યા ગયા બાદ પણ આટલો ઉપયોગી બની શકે છે.

તેનાથી મોટું કોઈ પણ સેવાનું કાર્ય હોતું નથી. આ માનવતા ભર્યું કાર્ય સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં અનેક લોકોએ પિનલબેનના સમગ્ર પરિવારના ખૂબ ખૂબ વખાણ કર્યા હતા. તથા કોમેન્ટ બોક્સ દ્વારા પિનલબેન ના પરિવાર પર આવી પડેલી આફતને પણ સાંત્વના આપી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *