ભગુડા ખાતે માં મોગલ ના સાનિધ્યમાં 28 માં પાટોત્સવ નું થયું ભવ્ય આયોજન, લોક ડાયરામાં પૈસા અને ડોલરનો વરસાદ જુઓ ડાયરા ની એક ઝલક
સમગ્ર ગુજરાતમાં મા મોગલના અનેક તીર્થ સ્થાનો આવેલા છે આ તીર્થ સ્થાનોમાં ભગુડા ખાતે આવેલ મા મોગલના સાનિધ્યમાં 20 મે 2024 ને સોમવારના રોજ ભવ્ય 28 માં પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી આ પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ભગુડા ગામ સાથે સાથે માં મોગલના મંદિરને લાઈટ અને ફૂલો દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ભગુડામાં 28 માં પાટોત્સવ નિમિત્તે સ્વર્ગ કરતાં પણ વિશેષ વાતાવરણનું સર્જન થયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં પાટોત્સવ નિમિત્તે ભગુડા ખાતે લોકો માં મોગલ ની આરાધના માટે ભેગા થયા હતા. આ સાથે સાથે મોગલ શક્તિ એવોર્ડનું પણ આયોજન થયું હતું.
આ વિશિષ્ટ પ્રસંગ નિમિત્તે ગુજરાતના નામે અનામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કિર્તીદાન ગઢવી, નિરંજન પંડ્યા પરસોતમ ગીરીબાપુ, શૈલેષ મહારાજ ,રાજભા ગઢવી, જીગ્નેશ બારોટ, દેવરાજ ગઢવી, બાપુ હરિયાણી, પરેશ દાન ગઢવી ગોપાલ સાધુ,અને રાજુભાઈ આહીર એવા કલાકારોએ મા મોગલ ની આરાધના કરી પાટોત્સવના કાર્યક્રમને વિશિષ્ટ બનાવ્યો હતો.
આ સાથે સાથે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા એમને પોતાની વાણીથી સૌને આશીર્વાદ આપ્યા હતા. આ લોક ડાયરામાં જાણે સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું થયું હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે આરતીમાં તમામ લોકોએ પોતાના મોબાઈલની ફલેસ લાઇટ શરૂ કરી આરતી ને આનંદમય બનાવી હતી. હાસ્ય કલાકાર માયાભાઈ આહીર ના માર્ગદર્શન અને પ્રેરણાથી સમગ્ર પાટોત્સવનું આયોજન થયું હતું આ સાથે સાથે એવોર્ડ સંચાલક મહેશ દાન ગઢવી રહ્યા હતા.
આ ડાયરામાં તમામ કલાકારો પર પૈસા અને ડોલરોનો વરસાદ થયો હતો સાથે સાથે લાખો ભક્તોએ ભગુડા ખાતે મા મોગલ ના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ભગુડા ધામે આજે મા મોગલ આજે હાજરા હજૂર રહી દરેક ભક્તોની રક્ષા કરે છે મા મોગલ પર આજે ભક્તોની અતુટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા રહેલી છે. હાલમાં તો 28 માં પાટોત્સવની વાત ચારેકોર ચાલી રહી છે.