રામ મંદિર માટે ૬૦૦ કિલો દેશી ઘી અયોધ્યા ખાતે બળદગાડામાં પહોંચ્યું આ ઘી જ્યાંથી લાવવામાં આવ્યું તે જગ્યા પહેલા તમે ક્યારેય નહીં સાંભળી હોય
સમગ્ર ભારતવાસીઓની આતુરતાનો અંત હવે આવી ગયો છે કારણ કે આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્યથી અતિ ભવ્ય અને શાનદાર રીતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. જેમાં તમામ ભારતવાસીઓ હાજરી આપશે અને આ ઉત્સવની શોભામાં વધારો કરશે દેશના દરેક ખૂણેથી રામ ભક્તો તથા ભારતવાસીઓ પોતાનું યોગદાન રામ મંદિર માટે સમર્પણ કરી રહ્યા છે. ત્યારે રાજસ્થાનથી 600 કિલો દેશી ઘી બળદગાડામાં અયોધ્યા પહોંચાડવામાં આવ્યું હતું અને આ ઘીનો ઉપયોગ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં અખંડ જ્યોત તથા અભિષેક માટે કરવામાં આવશે 108 કળશમાં 600 કિલો દેશી ઘી અયોધ્યા જવા માટે રવાના થયું હતું અને તે મૂર્તિ પ્રતિષ્ઠા ની તમામ વિધિઓમાં ઉપયોગ કરવામાં આવશે.
આ તમામ ઘી કોઈ ગાડીમાં નહીં પરંતુ પાંચ બળદગાડામાં પરંપરાગત રીતે મોકલવામાં આવ્યું હતું. આજે 22 જાન્યુઆરી 2024 ના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા ના દિવસે અયોધ્યા ખાતે પહોંચાડવામાં આવશે આદિ ને એકત્રિત કરવામાં નવ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. જેમાં સૌ લોકોએ ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરી હતી. આ ઘી લાંબા સમય સુધી બગડે નહીં તે માટે દર ત્રણ મહિને પાંચ પ્રકારની દવાઓ મૂકવામાં આવતી હતી. જેથી કરીને મૂર્તિ પ્રતિષ્ઠા ના સમય સુધી આઘી સચવાઈ રહે અને તેનો ઉપયોગ થઈ શકે આ 600 કિલો ઘી અયોધ્યા ખાતે સલામતી રીતે પહોંચાડવામાં આવ્યું હતું.
તેના વિડીયો અને પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા જેમાં અનેક લોકોએ લાયક તથા કોમેન્ટ કરી હતી અને લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા અયોધ્યા મંદિર રામ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક લોકો પોતાનું યોગદાન સમર્પણ કરી રહ્યા છે કારણ કે દરેક લોકો માટે દિવાળી જેવો માહોલ બનશે અને લોકો ધામધૂમથી દેશના ખૂણે ખૂણેથી ઉજવણી કરશે.
ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદી હાજરી આપવા જઈ રહ્યા છે. તેની સાથે સાથે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ આ અનોખા મહોત્સવમાં હાજરી આપશે. તે દરેક લોકો આ પળના સાક્ષી બનશે લોકોની માન્યતા અનુસાર એવું કહેવાય છે કે અયોધ્યામાં હનુમાનજી મહારાજ રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેથી જ તેની પર વાનગી વગર એક પણ કામ શક્ય બનતું નથી.
તેથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હનુમાનજી મહારાજના આશીર્વાદ તથા તેની પરવાનગી લઈ અયોધ્યામાં ભગવાન રામ મંદિરની પ્રતિષ્ઠા કરશે આ મહોત્સવમાં દેશ-વિદેશથી રામ ભક્તો હાજરી આપશે અને આ અનોખા માહોલને દીપાવશે દરેક ભારતવાસીઓ માટે બીજી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવમાં 100 કરતાં પણ વધારે મહેમાનો ચાર્ટર પ્લેન દ્વારા હાજરી આપશે. તેથી જ 22 જાન્યુઆરીને લઈ અત્યારથી જ પુરા જોશથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેથી કરીને તમામ ભક્તો તથા મહેમાનોને કોઈ પણ જાતની અગવડ ના પડે અહીં મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ હાજર રહેશે. જેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવરાત્રીના નવ દિવસ ઉપવાસ રાખે છે.
તેવી જ રીતે 22 જાન્યુઆરીના રોજ તેઓ ઉપવાસ ધારણ કરશે અને શરીર નદીમાં સ્નાન કરી તે ઉપવાસને વિરામ આપશે અયોધ્યામાં થનારી વિધિ લગભગ ૨૦ મિનીટ સુધી ચાલશે અને ત્યારબાદ ગર્ભગૃહમાં પૂજાનો કુલ સમય 40 મિનિટનો રહેશે. 22 જાન્યુઆરીએ રામલલાના અભિષેક માટે 84 સેકન્ડ નો અતિ સૂક્ષ્મ મુરત હશે જેમાં 11 લોકો હાજર રહી શકશે બાકીના ભક્તોને વ્યવસ્થા પ્રમાણે દર્શન આપવામાં આવશે.
આ પૂજા આચાર્ય લક્ષ્મીકાંત અને ગણેશ્વર દ્રવિડના નિર્દેશનમાં થશે વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન શ્રીરામ સાકેત ધામ જવાનું શરૂ કર્યું ત્યારે તેને તે પહેલા હનુમાનજીનો રાજ્યભિષેક કર્યો હતો અને હનુમાનજીનું અનુમતિ લીધા વિના રામના દર્શન અને પૂજાનો લાભ પણ મળી શકતો નથી. કારણ કે હનુમાનજીએ ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા તેથી ભગવાન શ્રીરામ હંમેશા તેના ભક્તોને પ્રથમ સ્થાન આપતા હતા . આ મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યો છે.