75 વર્ષના વૃદ્ધ દાદાએ લાકડી ના ટેકે ધામધૂમ થી મંદિરમાં કર્યા લગ્ન, મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા ને આપ્યા આશીર્વાદ
હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમમાં અનોખા લગ્ન ઘણીવાર આપની સામે આવતા હોય છે જે લગ્ન વિશે સાંભળી આપણે પણ થોડીવાર માટે વિશ્વાસ કરી શકતા નથી.આ વચ્ચે મહીસાગરના ખાનપુરના અમેઠી ગામમાંથી લગ્નને લઈને ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં 75 વર્ષના વૃદ્ધ દાદાએ વાજતે ગાજતે ઢોલ શરણાઈ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ગ્રામ વાસીઓ સહિત પરિવારના તમામ સગા સંબંધીઓ જોડાયા હતા.
75 વર્ષના આ વૃદ્ધ દાદા લાંબા સમયથી એકલા રહેતા હતા કારણ કે તેમના પરિવારમાં તેની સિવાય બીજું કંઈ ન હતું તેને કારણે ઘરના કામ અને રસોઈ તેમને જાતે કરવું પડતું હતું.આ બાદ તેને લગ્ન માટે યોગ્ય પાત્ર મળી જતા તેણે લગ્ન કરવાનો નક્કી કર્યું હતું. આ લગ્નમાં સમગ્ર ગામને વૃદ્ધ દાદાએ જમાડ્યું હતું. આ વૃદ્ધ સાયબા ડામોર નામના વ્યક્તિનું કહ્યું છે કે તેમના જીવનમાં બીજું કોઈ ન હતું અને તેને એકલું લાગતું હતું તેથી જ મેં ફરીવાર લગ્ન કરવાનું વિચાર્યું છે.
થોડા સમય પહેલા પણ 85 વર્ષના વૃદ્ધ ના લગ્ન તેમના પુત્રે કરાવ્યા હતા. આ લગ્નને પણ ચારેકોર ધૂમ મચાવી દીધી હતી અને તે ચર્ચાનો વિષય બન્યા હતા. લગ્નના માહોલ વચ્ચે આવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે હાલમાં તો થોડાક સમયમાં બનેલા બે કિસ્સાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. લોકોએ આ લગ્ન વિશે પોતાના અલગ અલગ મંતવ્ય દર્શાવ્યા હતા.
75 વર્ષના દાદાએ આ લગ્ન ગામમાં આવેલા મંદિરમાં કર્યા હતા જેમાં સંપૂર્ણ ભારતીય રીતરિવાજ થી લગ્નને પૂર્ણ કરવામાં આવ્યા હતા લગ્ન બાદ ગામના વડીલોએ આશીર્વાદ આપ્યા હતા. દાદાએ 75 વર્ષની ઉંમરે પણ પોતાના નવા લગ્નજીવનની શરૂઆત કરી હતી તેમણે કહ્યું હતું કે હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું હવે મારે એકલું રહેવું નહીં પડે અને હું મારું જીવન ખુશીથી વિતાવીશ આ લગ્નમાં આસપાસના ગ્રામજનો પણ જોડાયા હતા કારણકે દાદાના પરિવારમાં બીજું કોઈ સગા સંબંધી ન હતું તેથી ગામના લોકોએ સગા સંબંધી બની લગ્નમાં હાજરી આપી હતી.