OMG: આ વ્યક્તિના ખાતામાં અચાનક જ આવી ગયા 753 કરોડ રૂપિયા, પછી થયું એવું કે…

આજે આપણે એક ચોકાવનારા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક વ્યક્તિ રાતોરાત કરોડોપતિ બની ગયો હતો. પરંતુ, થોડા સમય બાદ તે વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું જે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.

જણાવી દઈએ કે, એક વ્યક્તિના બેન્ક અકાઉન્ટમાં અચાનક જ 753 કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા. બેંકમાં આટલા બધા રૂપિયા જોઈને વ્યક્તિ ખૂબ જ ચોકી ઉઠ્યો હતો. તેણે આ વાતની જાણ તાત્કાલિક બેંકને કરી દીધી હતી.

મેડિકલ શોપ પર કામ કરતા એક વ્યક્તિના ફોનમાં અચાનક જ એસએમએસ આવ્યો હતો અને તે જોઈને તે ખૂબ જ ચોકી ઉઠ્યો હતો. યુવકને એસએમએસ દ્વારા ખબર પડી કે, તેના બેંકમાં 753 કરોડ રૂપિયા આવ્યા છે.

મળતી માહિતી મુજબ, યુવકે 7 ઓક્ટોબરના રોજ પોતાના કોટક મહેન્દ્ર બેન્ક એકાઉન્ટમાંથી કોઈકને 2,000 રૂપિયા મોકલ્યા હતા. બાદમાં તે વ્યક્તિએ પોતાનું બેંક બેલેન્સ ચેક કરવા માટે પોતાનો એસએમએસ ખોલ્યો હતો.

ત્યારબાદ તે એસએમએસ જોઈને યુવક ચોકી ઉઠ્યો હતો. ત્યારબાદ તેણે આ વાતની જાણ તાત્કાલિક બેંકને કરી હતી અને બેંકે તેનું ખાતું બંધ કરી દીધું હતું. બાદમાં જાણવા મળ્યું કે, ટેકનિકલ ખામીના કારણે યુવકના ખાતામાં ખોટી ડિપોઝિટ થઈ હતી. આ કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *