29 વર્ષની ઉંમરે 1,77,864 કરોડનો બિઝનેસ સંભાળતી આ સુંદર યુવતીએ અનંત રાધિકાના લગ્નમાં ગોલ્ડન સાડીમાં જીત્યા લોકોના દિલ, જાણો કોણ છે આ યુવતી
અનંત અને રાધિકાના લગ્નમાં બોલીવુડ સેલિબ્રિટી તમામ ફિલ્મના સુપરસ્ટાર અને રમત જગતના ખેલાડીઓ હાજર રહ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ આશીર્વાદ સમારોહ માં દેશ વિદેશના રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓએ પણ વિશિષ્ટ હાજરી આપી આ લગ્ન પ્રસંગ ને ખાસ બનાવ્યો હતો. પરંતુ આ લગ્નના માહોલ વચ્ચે એક ખૂબસૂરત યુવતીએ દરેક લોકો નું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ યુવતી 29 વર્ષની નાની ઉંમરમાં કરોડોનો બિઝનેસ સંભાળી રહી છે જેનું નામ અનન્યા બિરલા છે.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારના લગ્ન પ્રસંગ નિમિત્તે દેશ વિદેશના બિઝનેસમેન હાજર રહ્યા હતા જેમાં અનેક કંપનીઓના માલિક સાથે તેમનો સમગ્ર પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો જેમાં બિરલા કંપનીના માલિક કુમાર મંગલમ ની મોટી દીકરી અનન્યા બિરલા એ પોતાની ખૂબસૂરતીથી તમામ લોકોને દીવાના બનાવ્યા હતા.
અનંત રાધિકાના લગ્નમાં અનન્યા ગોલ્ડન સાડીમાં રૂપ રૂપનો અંબાર લાગી રહી હતી કે જેની સામે તમામ ફિલ્મની અભિનેત્રી પણ ફીકી પડી જાય. આ સાથે પોતાના લુક ને કમ્પ્લીટ કરવા માટે ભરપૂર જ્વેલરીનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર બિરલા પરિવાર અંબાણી પરિવાર સાથે ખૂબ જૂનો સંબંધ ધરાવે છે તથા બંને કંપનીઓ એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલી પણ છે આ કારણ તે જ અનંત અને રાધિકાના લગ્નમાં અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી સમગ્ર બિરલા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
અનન્યાના પિતા કરોડોનો બિઝનેસ સંભાળી રહ્યા છે જ્યારે તેમની દીકરી સંગીત ક્ષેત્રે ખૂબ જ આગળ વધી હતી પરંતુ થોડા સમય પહેલા જ તેને સંગીતની દુનિયાને અલવિદા કહી પોતાના પિતાના બિઝનેસ સંભાળવાનો પસંદ કર્યું હતું.આપને જણાવી દઈએ કે અનન્યા એ અત્યાર સુધી અનેક ગીતો ગાયા છે પરંતુ મે મહિનામાં જ તેણે સંગીત ક્ષેત્ર મૂકી પોતાના પિતાના બિઝનેસમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.
અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટ ની ડિગ્રી ધરાવતી અનન્યા બિરલા એ સંગીત ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું તેને અનેક રેકોર્ડ પણ બનાવ્યા હતા અત્યાર સુધી અન્યયા એ 30 કરતાં વધારે ગીતોમાં કામ કર્યું છે. 2016 માં તેને સંગીત ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારબાદ સતત તમામ સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા હતા. આબાદ ધીરે ધીરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર સાથે પણ તેમને ઘણું કામ કર્યું હતું અને હાલમાં જ યે જઝ બાત હે દિલ ગાયુ છે આ ગીત ને ખુબ જ લોકપ્રિયતા મળી હતી તથા લાખો લોકોમાં પસંદ કરવામાં આવ્યું હતું. આ બાદ તેને સંગીત ક્ષેત્રમાં આગળ વધી અભિનય ની દુનિયામાં પોતાનો પ્રથમ કદમ મૂક્યો હતો ત્યારબાદ 2022માં અજય દેવગનની આવેલી ફિલ્મ રુદ્રમાં તેણે પોતાનો અભિનય કર્યો હતો.