અંબાણી પરિવારના લગ્નમાં રાખવામાં આવેલા કરોડોની કિંમતના ટેન્ટમાં ફાઇવસ્ટાર કરતાં પણ વિશેષ સુવિધા જાણો આ ટેન્ટ ની શું છે ખાસિયત
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નની તૈયારીઓ ત્યારથી શરૂ કરી દેવામાં આવી છે અંબાણી પરિવાર આ લગ્ન માટે ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યું હતું. તેની પૂરા જોશ થી સમગ્ર અંબાણી પરિવાર તૈયારી કરી રહ્યો છે. આ ફંકશન જામનગર ખાતે યોજવા જઈ રહ્યો છે તેથી સમગ્ર જામનગરને એક દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે જાણે કોઈ તહેવાર હોય તેવી રીતે આ જામનગરને ફૂલો અને લાઇટ દ્વારા શણગારવામાં આવી રહ્યું છે. તેથી જામનગરની રોનક કંઈક અલગ જ ખીલી ઉઠી છે જામનગર વાસીઓ પણ આ લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
તેથી જ સમગ્ર અંબાણી પરિવારે જામનગરના નાના-મોટા ગામડાઓમાં અનેક કાર્યક્રમો યોજ્યા હતા તથા અનેક ગ્રામજનોને આ લગ્નમાં આવવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. આ લગ્નમાં આવવા માટે અનેક દેશ-વિદેશથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવ્યા છે. તમામ મહેમાનોનું એરપોર્ટ થી જ સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગત જોઈને તમામ મહેમાનોએ અંબાણી પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો તથા જામનગર વાસીઓ પણ દેશ-વિદેશના મહિમાનોનું સ્વાગત કર્યું હતું. અંબાણી પરિવાર દ્વારા તમામ મહેમાનોનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી કરીને તેને કોઈપણ જાતની અવ્યવસ્થા ના સર્જાય તમામ મહેમાનોને વીઆઈપી મહેમાનો જેટલી સુરક્ષા આપવામાં આવી રહી છે.
તમામ મહેમાનોએ જામનગર વાસીઓના પ્રેમના ખૂબ જ વખાણ કર્યા હતા લગ્ન પહેલા જ તમામ મહેમાનો જામનગર ખાતે આવી પહોંચ્યા છે. જેમનું સ્વાગત અમારી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી લઈ મહેમાનોના ઉતારા સુધી તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી છે તેમની સાથે સાથે એક માર્ચના રોજ 50થી વધુ ફ્લાઇટનું લેન્ડિંગ કરતાં પણ જામનગર ખાતે જોવા મળ્યું હતું. તમામ જામનગર વાસીઓ માટે આ એક ઉત્સવ બની ગયો છે તેથી જ આ ઉત્સવ અને વધાવા માટે તમામ જામનગર વાસીઓ ખૂબ જ ઉત્સાહિત છે.
સમગ્ર અંબાણી પરિવાર જામનગર ને પોતાનું ઘર જમાને છે અને જામનગરવાસીઓને પોતાના ઘરના સભ્યો માને છે. જામનગરમાં થોડા દિવસથી લક્ઝરીયસ કારનો મેળાવડો જોવા મળ્યો છે જાણે એમ જ લાગી રહ્યું છે કે લક્ઝરીયસ કાર નો મેન્યુફેક્ચરિંગ હબ હોય એવું દ્રશ્ય ઉભું થઈ ગયું છે. તેમની સાથે સાથે તમામ હોટલોના બુકિંગ પણ ફૂલ જોવા મળી રહ્યા છે તમામ મહેમાનો માટે કોલ્ડ્રિંક મીઠાઈ ડ્રાયફ્રૂટ સુખડી ચુરમાના લાડુ પિસ્તા સ્વીટ હલવાસન મોહનથાળ સુરતી ધારી જેવી તમામ પ્રકારની મીઠાઈઓ તથા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતીથી લઇ પંજાબી અને સાઉથ ઇન્ડિયન ચાઈનીઝ તમામ ફૂડ આ લગ્નમાં જોવા મળ્યા હતા. અંબાણી પરિવારના ફૂડને લઈ અનેક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. દુનિયાની તમામ ચીજ વસ્તુઓ અંબાણી પરિવારના આ રજવાડી લગ્નમાં જોવા મળી હતી. દેશ-વિદેશની તમામ ફૂડ ઇન્ડસ્ટ્રી જાણે જામનગર ખાતે જમા થઈ હોય તેવું દ્રશ્ય ઊભું થયું હતું.