|

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ નો લુક આવ્યો સામે આવો લુક તમે આજ સુધી નહીં જોયો હોય

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડિંગ ના ફંક્શન ની તૈયારીઓ પૂર્ણ થવા આવી છે અને હવે પ્રી વેડિંગ ફંક્શન યોજાવા જઈ રહ્યું છે આ સૌથી મોંઘા પ્રીવેડિંગ ફંક્શન માનું એક હતું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ ની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. જે આજે એક ચર્ચાનો વિષય બની ગયો છે આ રજવાડી અને સાહી લગ્નમાં માત્ર ભારતીય લોકો જ નહીં પરંતુ વિદેશથી પણ અનેક પ્રતિષ્ઠિત મહેમાનો પધાર્યા છે. તેને લઈને અંબાણી પરિવાર પણ તેમનું ઢોલ નગારા શરણાઈ અને સંપૂર્ણ ભારતીય રીત રિવાજ અનુસાર સ્વાગત કર્યું હતું. તમામ વિદેશી મહેમાનો ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિ જોઈને ખૂબ જ ખુશ થયા હતા તથા તેમના વખાણ કર્યા હતા.

અંબાણી પરિવારે આ લગ્ન અને પ્રિ વેડિંગ ફંક્શન માટે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાય 1 માર્ચ 2023 ના રોજ પ્રી-વેડિંગ ફંક્શન નો પ્રથમ દિવસ હતો. આ દિવસની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી તેમાં પણ વિદેશી સિંગર રિહાનાએ વાઇલ્ડ થીંક અને ડાયમંડ જેવા ગીતો ગાય આ પ્રસંગમાં રોનક જમાવી દીધી હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી-વેડિંગની સાથે સાથે દેશ-વિદેશથી આવેલા મહેમાનોના લુક પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહ્યા હતા. સૌપ્રથમ વાત કરીએ તો ઈશા અંબાણીનો લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની દીકરી ઈશા અંબાણીએ આ પ્રી વેડિંગ ફંક્શનમાં ભાગ લીધો હતો તથા તેના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા. તેમની સાથે સાથે ઈશા પેસ્ટલ કલરના ઓફ સોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. ઈશાએ પોતાના instagram એકાઉન્ટમાં તેની અનેક તસવીરો શેર કરી હતી. જેમાં ઈશાને ચાહનારા લોકોએ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી હતી.

તેણે ગળામાં ખૂબ જ મોંઘો નેકલેસ પહેર્યો હતો. ત્યારબાદ વાળમાં પણ અનોખી સ્ટાઇલ કરાવી હતી લોકોને તેનો આ ખુબસુરત અંદાજ ખૂબ જ પસંદ આવ્યો હતો. ત્યારબાદ દીપિકા પણ આ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા પહોંચી હતી તે રણવીર સિંહ સાથે પાર્ટીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ કપલે પોતાનો ફોટો instagram એકાઉન્ટ પર શેર કર્યો હતો. રણવીર સિંહ અને દીપિકા પદુકોણ હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે.

આ કારણથી જ તેમણે આ તસ્વીરો શેર કરી હતી. દીપિકા પદુકોણ બ્લેક લુકમાં ખૂબ જ આકર્ષક અને સુંદર લાગતી હતી તેની સાથે સાથે રણવીર પણ સફેદ લુક તથા શેડ કલરના શર્ટ સાથે આ પ્રિયડિંગ ફંક્શનમાં પહોંચ્યો હતો. દીપિકા પદુકોને વાળમાં મેઘ ધનુષ લગાવ્યું હતું જે એક આકર્ષણનો લોકો વચ્ચે કેન્દ્ર બન્યું હતું.

લગ્નના બંધનમાં બંધાવા જઈ રહેલા અનંત અંબાણીએ પણ પોતાની તસ્વીરો શેર કરી હતી અનંત અંબાણી એન્ટ્રી ની સાથે જ સૌ લોકો આ વરરાજા ને જોતા રહી ગયા હતા અને અંબાણી પણ કોટીમાં ખૂબ સુંદર લાગી રહ્યા હતા એક ચા કોમેન્ટ કરતા જણાવે છે કે આજે અનંત અંબાણી એક રાજા જેવા લાગી રહ્યા છે તેમની સાથે સાથે તેના રાજ્ય એવા જામનગરને પણ ખુબ સરસ રીતે સજાવી છે અમે તેનાથી ખૂબ જ ખુશ થયા છે લોકોએ અનંત અંબાણી પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેની સાથે સાથે અન્ય આવેલા મહેમાનો પણ પોતાના લુક થી એક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *