|

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની વરઘોડામાં થઈ રાજાશાહી એન્ટ્રી આવી એન્ટ્રી તમે આજ સુધી નહીં જોય હોય – જુઓ તસવીર

અંબાણી પરિવારમાં એક થી ત્રણ માર્ચ અનંત અંબાણીના પ્રી વેડિંગ ના ફંકશનની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. જેમાં દેશ વિદેશથી અનેક મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેને લઈને જામનગર ખાતે તમામ હસ્તીઓનો મેળવડો જોવા મળ્યો હતો. હવે થોડા સમયમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જોકે તેના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈ ખાતે થવા જઈ રહ્યા છે પરંતુ એક થી ત્રણ માર્ચ અંબાણી પરિવાર દ્વારા જામનગર ખાતે પ્રીવેડિંગ ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અંબાણી પરિવાર એ જામનગરના દરેક નાના મોટા ગામડાઓની મુલાકાત લઇ જમણવાર તથા ડાયરા નું આયોજન કર્યું હતું. આટલા મોટા પદ પર હોવા છતાં અમાની પરિવારની સાદગી જોઈ સૌ કોઈ લોકો તેના વખાણ કરતા હતા. આ પ્રી વેડિંગ ફંકશનમાં બોલીવુડ હોલીવુડ તથા ક્રિકેટ જગત સાથે જોડાયેલા લોકો પણ હાજર રહી પ્રી વેડિંગ ફંક્શન ની શોભા વધારી હતી તેમાં બિલ ગેટ માર્ગ ઝુકરબર્ગ એમ એસ ધોની સચિન અજય દેવગન સેફલીખાન જેવી અનેક સેલિબ્રિટી જોવા મળી હતી. આ તમામ લોકોએ જામનગર પધારી કાર્યક્રમની શોભા વધારી હતી.

અંબાણી પરિવાર એ પણ તમામ લોકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો તથા દરેક મહેમાનોએ જામનગર વાસી તથા અંબાણી પરિવારને પણ ભેટ આપી આભાર વ્યક્ત કર્યો હતો. મુકેશ અંબાણી તમામ મહેમાનોનું સ્વાગત કરતા જણાવે છે કે આપ અમારા મિત્રો છો તથા તમે પણ અમારા પરિવારનો એક હિસ્સો છે આપ સૌને નમસ્કાર અને ગુડ ઇવનિંગ મુકેશ અંબાણી આટલા મોટા પદ પર હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિઓને ક્યારેય ભૂલ્યા નથી તેથી જ આજે મુકેશ અંબાણી સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે. તે જ તેની સફળતાનું મુખ્ય રહસ્ય છે. તેથી જાજે મુકેશ અંબાણી દિલમાં રાજ કરી રહ્યા છે. મુકેશ અંબાણી આજે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે.

તે જ તેની સાદગી જોઈને સાબિત થાય છે. મુકેશ અંબાણી દરેક મહેમાનોનું સ્વાગત કરતા કહે છે કે ભારતીય પરંપરા તથા તેના સંસ્કારો અનુસાર અમારા માટે મહેમાનોએ અતિથિ દેવો ભવ છે અમે મહેમાનો ને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ. તેથી જ અમારી ભારતીય સંસ્કૃતિ ખૂબ જ વિશાળ અને અદભુત છે. મુકેશ અંબાણી આગળ જણાવે છે કે મેં જે તમને નમસ્તે કહ્યું તે મારી અંદર બેઠેલો દેવતા પણ તમને નમસ્તે કહે છે તમે બધાએ અમારા આ પ્રી વેડિંગ ફંક્શનમાં પધારી કાર્યક્રમની રોનક વધારી દીધી છે. આપ સૌનો ખુબ ખુબ આભાર ત્યારબાદ અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટ બગી પર સવાર થઈ પ્રિ વેડિંગ ફંક્શનના સ્થળે પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી.

ત્યારબાદ મુકેશ અંબાણીએ પોતાના ભાષણ દરમિયાન પોતાના પિતા ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે મારા પિતા પણ અનંત અંબાણીની જેમ ખૂબ જ આનંદ હતા. તે હંમેશા અનંત અંબાણીની દિલની નજીક રહેતા હતા તેથી જ આજે હું તેમને દિલપૂર્વક યાદ કરું છું આ સાથે જ તેઓ ખૂબ ભાવુક થઈ ગયા હતા મુકેશ અંબાણી વધુ જણાવતા કહી રહ્યા છે કે આજે મારા પિતા જ્યાં હશે ત્યાં ખુશ હશે કારણ કે અમે તેમના સૌથી પ્રિય પુત્ર અને પૌત્ર છે અમારો પરિવાર અમારા પિતાને કારણે જ સુખી છે મુકેશ અંબાણી કરી રહ્યા છે.

જામનગર મારું અને મારા પિતા માટે કર્મભૂમિ બની ગઈ છે તેથી જ અમારા દિલમાં જામનગર એ એક અલગ સ્થાન ધરાવે છે આ એક એવું સ્થાન છે જ્યાં જુસ્સો અને ઉદ્દેશ્ય મળ્યો છે અહીંથી જ અમને કામ કરવાનું જૂનું પ્રાપ્ત થયું છે. તેથી અમે જામનગરને ક્યારેય નહીં ભૂલીશું જામનગર આજે અમારા દરેક સપનાઓને સાકાર કરવામાં અમારી સાથે ખડે પગે ઉભું રહ્યું છે. ત્યારબાદ કહ્યું હતું કે જામનગર એ રિલાયન્સ નો એક અદભુત ભાગ છે અહીંથી જ ભાવી વ્યવસાયો તથા અન્ય સારા કાર્યો શરૂ કરવાની અમને પ્રેરણા મળે છે અમારો એકમાત્ર ઉદ્દેશ એ છે કે ભારતીય સંસ્કૃતિનો વિકાસ તથા સમૃદ્ધિ થાય તથા સૌ લોકો સુખાકારી પૂર્વક આ અનોખા કાર્યમાં યોગદાન આપે સંપૂર્ણ વિનમ્રતા સાથે કહું છું કે જામનગર તમને એક નવા ભવિષ્યની રચના કરી આપે છે.

અહીંથી જ અમને જીવન આશાવાદીઓ પ્રાપ્ત થાય છે. આ માટે જામનગર અમારા માટે કંઈક વિશિષ્ટ શહેર બની ચૂક્યું છે મુકેશ અંબાણીએ કહ્યું હતું કે જ્યારે પણ મારા પુત્રને મારી નજરે નિહાળું ત્યારે મને તેમાં મારા પિતાના દર્શન થાય છે અનંત પણ મારા પિતાની જેમ જ વિચાર ધરાવે છે ત્યારબાદ ઉપસ્થિત થયેલા તમામ વડીલોએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ને આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ પ્રથમ દિવસનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *