અંબાણી પરિવારે પ્રી વેડિંગ ફંક્શનના અંતે ભગવાન શ્રી ગણેશની ઉતારી ભવ્ય મહા આરતી, વિદેશી મહેમાનોએ પણ હિન્દુ પોશાકમાં લીધો મહા આરતી નો લાભ
અંબાણી પરિવાર આટલા મોટા પદ પર હોવા છતાં પણ પોતાના વતન જામનગર ને ક્યારેય ભૂલ્યા નથી તેથી જ તેમના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન જામનગર ખાતે યોજવામાં આવ્યા હતા. આ પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન એક થી ત્રણ માર્ચ ના રોજ આયોજન થયું હતું.
આપણી વેડિંગ ફંક્શનમાં અંબાણી પરિવાર દ્વારા અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંબાણી પરિવાર એ પણ ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. અંબાણી પરિવાર આટલા અમીર હોવા છતાં પણ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને ત્યારે ભૂલ્યા નથી તે જ તેમની સફળતાનું મુખ્ય રહસ્ય છે અંબાણી પરિવાર હંમેશા પોતાના ધર્મની રક્ષા કરે છે.
તેઓ રોજિંદા જીવનમાં અનેક સત્કાર્ય કરતા જોવા મળે છે તેથી જ તેમના દીકરાના પ્રિ વેડિંગ ફંક્શન નિમિત્તે એક ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનેક વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. જેમાં તેમના ચાહકોએ અંબાણી પરિવારના ખૂબ વખાણ કર્યા છે વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે નીતા અંબાણી સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળે છે ત્યારબાદ તે ભગવાન શ્રી ગણેશની આરતી ઉતારતા જોવા મળે છે. તેમની સાથે સાથે અનેક આમંત્રિત મહેમનો પણ આ આરતીમાં જોડાય છે.
આ મહા આરતીમાં તમામ અંબાણી પરિવાર તથા બૉલીવુડ હોલીવુડ અને ક્રિકેટના અનેક સિતારાઓ જોવા મળે છે વાયરલ તસવીરમાં જોવા મળી રહ્યો છે કે દરેક આમંત્રિત મહેમાનોના હાથમાં ડીશ અને દીવો જોવા મળે છે. જેને લઈને તે અંબાણી પરિવાર સાથે ભગવાન શ્રી ગણેશ ની આરતી ઉતારે છે. ભગવાન શ્રી ગણેશ ની ભવ્ય મૂર્તિ અંબાણી પરિવાર દ્વારા બીરાજમાન કરવામાં આવી હતી. આરતીના આસપાસના તમામ સ્થળો ફૂલો તથા લાઈટ ડેકોરેશન થી શણગારવામાં આવ્યા છે.
અંબાણી પરિવાર દરેક કાર્ય પાછળ ભગવાનનો આભાર વ્યક્ત કરે છે ત્યારે તેઓ ipl માંથી મુંબઈ ઈન્ડીયન્સ ટ્રોફી જીતીને આવ્યું ત્યારે પણ નીતા અંબાણી તે ટ્રોફીને લઈ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી હતી. આવી રીતે અંબાણી પરિવાર હંમેશા પોતાના ધર્મ તથા ભગવાન સાથે જોડાયેલો રહે છે.
આજ વાત અંબાણી પરિવારના તમામ લોકોને ખૂબ જ પસંદ આવે છે. આરતીના અંત બાદ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તમામ અંબાણી પરિવાર તથા આસપાસના લોકો ગણપતિ બાપા મોરિયા સાથે આરતી ને પૂર્ણ કરે છે અને તમામ વાતાવરણ ખૂબ જ ભક્તિમય બની જાય છે.