ખજૂર ભાઈએ લગ્ન બાદ પોતાની પત્ની મીનાક્ષી દવે સાથે કરાવ્યું આકર્ષક ફોટોશૂટ મીનાક્ષી દવે એ ખજૂરભાઈ વિશે એવું કહ્યું કે….

ગરીબોના મસીહા તરીકે જાણીતા થયેલા ખજૂર ભાઈ હંમેશા સત્કાર્યો સાથે જોડાયેલા રહે છે તેણે અનેક ગરીબોના ઘર તથા તેના જીવનમાં એક નવી રોનક તથા ઉમ્મીદ લાવ્યા છે. ખજૂર ભાઈના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે ખજૂર ભાઈ હંમેશા પોતાના કાર્યો ના વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જોવા મળે છે. જેમાં તેના ચાહકો મોટી સંખ્યામાં કોમેન્ટ તથા લાઈક કરે છે આજે ખજૂર ભાઈના માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચાહકો રહેલા છે જે ખજૂર ભાઈને હંમેશા પ્રેમ સાથ અને સહકાર આપે છે.

તેથી જ ખજૂર ભાઈ આજે સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે ખજૂર ભાઈ એટલે કે નિતીન જાની થોડા મહિના પહેલાં જ લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા છે અને તેની પત્ની નું નામ મીનાક્ષીબેન દવે છે. તેમના લગ્નની તસવીરો બાદ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયામાં ખજૂર ભાઈ અને મીનાક્ષીબેન દવે કપલ ફોટોશૂટ કરાવ્યું હતું. તેમની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી અને તેના ચાહકોએ ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો.આ તસવીરોમાં ખજૂરભાઈ અને મીનાક્ષી દવે ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહ્યા છે.

આ તસવીરોએ તેમના ચાહકોના દિલ જીતી લીધા હતા. આ ફોટોશૂટ તેણે લગ્ન બાદ પ્રથમ વાર કરાવ્યું હતું જોકે ખજૂર ભાઈ પોતાના કાર્યને લઈને ઘણા વ્યસ્ત રહે છે તેમાં મીનાક્ષી દવે પણ તેમને હંમેશા સાથ સહકાર અને પ્રેમ આપે છે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ખજૂર ભાઈએ પર્પલ રંગનો પૂરતો અને મીનાક્ષીબેન દવે પર્પલ રંગની સાડી પહેરી છે બંને પોતાનો પહેરવેશ એક અલગ જ અંદાજમાં પહેર્યો છે બંને લોકોની જોડી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે મીનાક્ષીબેન દવે તેમની આ કપલ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં તેણે કેપ્શન માં લખ્યું હતું કે વિથ યુ એવરીથીંગ ઇસ કમ્પ્લીટ એટલે કે તમારી સાથે મારું બધું જ પૂર્ણ છે. મીનાક્ષી દવેની આ તસવીર પર લોકોએ ખૂબ કોમેન્ટ કરી પ્રેમ આપ્યો હતો.

તેમના ચાહકોએ પણ આ જોડી તથા તસવીરોના ખૂબ જ વખાણ કર્યા હતા. જેમાં તેમના એક ચાહાકે લખ્યું હતું કે કળિયુગના ભગવાન એટલે કે ખજૂર ભાઈ ત્યારે બીજો ચાહક લખી રહ્યો છે કે રામ સીતા અને રાધાકૃષ્ણ ની જોડી લાગી રહી છે. આ જોડીને કોઈની નજર ના લાગે તેવું કહી કોમેન્ટ દ્વારા આ બંને લોકોને આશીર્વાદ આપ્યા હતા. ખજૂર ભાઈ ના પત્ની મીનાક્ષીબેન સાવરકુંડલાના દોલતી ગામના રહેવાસી છે જેમના પિતા એક સિંચાઈ ખાતામાં નોકરી કરે છે. જ્યારે તેમની માતા એક હાઉસવાઈફ છે મીનાક્ષી દવે એક સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે.

જેઓ ખજૂર ભાઈ સાથે લગ્ન કરી પવિત્ર બંધનમાં બંધાયા હતા ખજૂર ભાઈની સાથે સાથે મીનાક્ષીબેન દવે પણ અનેક સમાજ સેવાના કાર્ય કરે છે. જેની તસવીરો તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરતા હોય છે. મીનાક્ષી દવે નો પરિવાર પણ ખજૂર ભાઈને હંમેશા સપોર્ટ કરતો રહ્યો છે. તેના પરિવારના સભ્યો દ્વારા જાણવા મળ્યું કે તેને સપનામાં પણ નહોતું વિચાર્યું કે મીનાક્ષી દવે ના લગ્ન ખજૂર ભાઈ સાથે થશે પરંતુ ભગવાનના આશીર્વાદથી આ સ્વપ્ન સાકાર બન્યો છે.

તેથી તેના પરિવારજનો કહી રહ્યા છે કે અમે અમારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ કે મીનાક્ષી દવે ખજૂર ભાઈ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. આ વાતથી અમે હંમેશા ગર્વ અનુભવીએ છીએ. મીનાક્ષીબેન દવે જણાવ્યું હતું કે તેઓ ખજૂર ભાઈને હંમેશા તેના લોક સેવાના કાર્યોમાં સપોર્ટ કરે છે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને ખજૂર ભાઈ જેવા જીવનસાથી મળ્યા છે હું ભગવાનનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ખજૂર ભાઈ હંમેશા પોતાના લોક સેવા તથા સત્કાર્ય નિસ્વાર્થ ભાવે કરે છે આ વાતથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના લોકો ગર્વ અનુભવે છે કે આવા વ્યક્તિઓ ગુજરાતની ધન્ય ધરા પર જન્મ્યા છે. હાલમાં તો ખજૂર ભાઈ અને મીનાક્ષી દવેની તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *