બોલિવૂડના પ્રખ્યાત સંગીતકાર હિમેશ રેશમિયા એ સાળંગપુર કષ્ટભંજન દેવના ચરણોમાં માથું ઝુકાવી લીધા આશીર્વાદ કિંગ ઓફ સાળંગપુરના મન ભરીને કર્યા વખાણ જાણો શું કહ્યું….
આજના સમયમાં સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે જ્યાં દરેક ભક્તો હનુમાનદાદા ના દર્શન કરવા માટે ખૂબ જ દૂરથી આવે છે. અહીં બિરાજમાન થયેલા કષ્ટભંજન દેવ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સાળંગપુર ધામમાં દર શનિવારે તથા મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે તથા અહીં દરેક તહેવારોની ખૂબ જ ધામધૂમતી ઉજવણી કરવામાં આવે છે તથા સ્વયંસેવકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં સેવા કરવા માટે આવે છે.
આ ગામમાં હનુમાનજી મહારાજ શ્રી કષ્ટભંજન હનુમાનજી તરીકે બિરાજમાન થયેલા છે કષ્ટભંજન પણ દરેક ભક્તોના કષ્ટ સાંભળી તેમના દુઃખોને દૂર કરે છે. આ મંદિરમાં ખૂબ જ વિશાળ તથા ભવ્ય ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે જ્યાં દરેક ભક્તો ભોજન પ્રસાદનો લાભ લે છે તેમની સાથે સાથે વિશાળ જગ્યામાં ભક્તો આરામ પણ કરે છે આ સાથે જ થોડા સમય પહેલા અહીં કિંગ ઓફ સાળંગપુર નામે ભવ્ય ભગવાન હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. જેનું ખૂબ જ શાનદાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે થોડા સમય પહેલા જ બોલીવુડના મશહુર સંગીતકાર હિમેશ રેશમિયા ઉપસ્થિત રહ્યા હતા.
હિમેશ રેશમિયાએ કષ્ટભંજન દેવના ખૂબ જ મોટા ભક્ત છે તેઓ અવારનવાર દાદાના દર્શન કરવા માટે સાળંગપુર ખાતે વધારે છે ત્યારે થોડા સમય પહેલા જ તેઓ પરિવાર કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે પધાર્યા હતા. તેઓએ દાદા ના ચરણોમાં માથું ઝૂકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હિમેશ રેશમિયા આટલા મોટા સંગીતકાર હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી તેઓ પોતાના દરેક કાર્ય પાછળ ભગવાન શ્રી કષ્ટભંજન દેવ નો આભાર વ્યક્ત કરે છે. તેઓએ દાદાના દર્શન કર્યા બાદ મંદિરના પૂજારી તથા મહંતો સાથે પણ મુલાકાત કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ સાથે તેમને સાળંગપુરમાં બનેલા વિશાળ ભોજન ઘરમાં પણ પ્રસાદનો લાભ લીધો હતો. સાળંગપુર ખાતે હિમેશ રેશમિયા ને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં તેના ચાહકો પણ ભેગા થયા હતા. તેમને ચાહકો સાથે પણ મુલાકાત કરી હતી હાલમાં તો હિમેશ રેશમિયા નો સાળંગપુર સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં તેના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી તથા જય શ્રી રામ અને જય શ્રી કષ્ટભંજન દેવના નારા લગાવ્યા હતા.