ફ્રાન્સ થી આવેલા ભુરીયાનું માં મોગલના કબરાઉ ધામમાં થયું ભવ્ય સ્વાગત મણીધર બાપુએ શાલ ઓઢાડી કર્યું સન્માન અને કહ્યું કે……

સમગ્ર દેશભરમાં માં મોગલના અનેક તીર્થસ્થાનો આવેલા છે જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે દરેક મંદિરોમાં ભક્તો પોતાની મનોકામના લઇ માં મોગલના શરણે આવે છે અને માં મોગલ પણ પોતાના દ્વારે આવેલા કોઈપણ ભક્તને નિરાશ થવા દેતી નથી અને તેમના જીવનની મનોકામના પૂર્ણ કરે છે. એવું જ ગુજરાતમાં કચ્છના કબરાવ ગામમાં માં મોગલ નું મંદિર આવેલું છે જ્યાં દરેક ભક્તો માં મોગલના દર્શન કરવા માટે જાય છે આ મંદિરમાં માં મોગલ ના પરચા અપરંપાર છે.

આવા જ એક પરચાની આજે વાત કરવા જઈ રહ્યા છીએ આપે ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કબરાઉ ના અનેક વિડીયો જોયા હશે જેમાં જોવા મળે છે કે માં મોગલ અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે મનોકામના પૂર્ણ થતાની સાથે જ દરેક ભક્તો માં મોગલ ને અનેક ભેટ ધરાવવા માટે આવે છે પરંતુ અહીંના ગાદીપતિ મણીધર બાપુ તે ભેટને સ્વીકારવાની ના પાડે છે કારણ કે તેનું માનવું છે કે માં મોગલ ને કોઈ પણ જાત ની ભેટની જરૂર નથી પરંતુ આ મા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી જ તમામ દુઃખ દૂર થઈ જાય છે.

આ મંદિરમાં કોઈપણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી પરંતુ દરેક ધર્મ જ્ઞાતિને એક ગણી આ મંદિરમાં સન્માન આપવામાં આવે છે. ત્યારે થોડા સમય પહેલા જ આ મંદિરમાં ફ્રાન્સ દેશ થી ભુરીયાઓ આવ્યા હતા. તેમને મા મોગલના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મંદિરમાં તેમને ધન્યતાનો અનુભવ પ્રાપ્ત થયો હતો ત્યારબાદ મણીધર બાપુએ તેમનું સ્વાગત કરી તેમને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. પહેલા તો આ લોકોની ભાષા અહીંના ગાદીપતિ મણીધર બાપુ નહોતા સમજતા પરંતુ તેના મોઢાના ભાવભાવને કારણે તેઓ તેની ભાષા સમજી ગયા હતા.

ત્યારબાદ તેમની સાથે વાતો કરી વિદાય આપી હતી. મણીધર બાપુ એ પણ ફ્રાન્સ થી આવેલા મહેમાનોને આશીર્વાદ આપ્યા હતા. તેમના આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં અનેક લોકોએ લાઈક અને કોમેન્ટ કરી હતી. દરેક લોકોએ કોમેન્ટ દ્વારા જય માં મોગલ પણ લખ્યું હતું આવા તો અનેક મા મોગલ ના પરચા આ કબરાઉ ધામમાં આવેલા છે અહીં દર રવિવારે અને મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે તથા અહીં અનેક સ્વયંસેવકો સેવા કરવા માટે પણ આવે છે.

આ મંદિરમાં દરેક તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે તથા ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવે છે મા મોગલના આ કબરાવ ધામમાં આરતીનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ ધામમાં મા મોગલ ની આરતી માં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાય છે તથામાં મોગલના દર્શન કરી ધન્યતા અનુભવે છે માં મોગલના કબરાઉ ધામમાં માત્ર ભારત દેશથી જ નહીં પરંતુ વિદેશના લોકો પણ અહીં દર્શન કરવા માટે આવે છે. કબરાવ ધામ આજે શ્રદ્ધા અને વિશ્વાસ નું એક કેન્દ્ર બની ગયું છે. તેવામાં ફ્રાન્સથી આવેલા આ મહેમાનો નો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *