કોકીલાબેન અને અનિલ અંબાણી પહોંચ્યા સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શને છપ્પન ભોગ અને ધજા ચડાવી દાદા ને કર્યા રાજી સંતોએ આપી એક અનોખી ભેટ જુઓ સુંદર તસવીરો

હાલમાં સમગ્ર અંબાણી પરિવાર અનેક મંદિરોની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે અંબાણી પરિવાર આટલા અમીર હોવા છતાં પણ પોતાના દરેક કાર્ય પાછળ ભગવાનનું આભાર માનવાનો ક્યારેય ભૂલતા તેથી જ આજે તેઓને જીવનની દરેક સફળતાઓ પ્રાપ્ત થાય છે. તેવામાં થોડા સમય પહેલા જ કોકીલાબેન અને તેમના પુત્ર અનિલ અંબાણી સાળંગપુરના કષ્ટભંજન દેવના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. સાળંગપુરના સંતો દ્વારા અનિલ અંબાણી અને કોકીલાબેન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા કડક સુરક્ષા બંદોબસ્ત નો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો.

જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સમજાય તેમને મંદિરમાં કષ્ટભંજન દેવના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા ભવ્ય પૂજા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં મંદિરના સાધુ સંતો તથા અનિલ અંબાણી અને કોકીલાબેન હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમને કષ્ટભંજન દેવના આશીર્વાદ લઇ પ્રાર્થના કરી હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે હવે થોડા સમયમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં જોડાવા જઈ રહ્યા છે.

ત્યારે તેમણે તેમના માટે પણ પ્રાર્થના કરી હતી ત્યારબાદ દાદાને સુંદર વાઘા અને મંદિરમાં ધજા પણ અર્પણ કરી હતી. તેમાં મંદિરના સંત પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશદાસજી તથા કોઠારી વિવેકાનંદ સાગર મહારાજ હાજર રહ્યા હતા. અનિલ અંબાણી અને કોકીલા બેને સાધુ સંતોના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો.

અનિલ અંબાણીએ કહ્યું હતું કે ખરેખર સાળંગપુર એક સ્વર્ગ જેવું અનુભવ કરાવે છે અહીં આજના આવા કળિયુગમાં પણ કષ્ટભંજન દેવ હાજર રહી દરેક ભક્તોની રક્ષા કરે છે હાલમાં કોકીલાબેન અને અનંત અંબાણીની સાળંગપુર સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં અંબાણી પરિવારના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી જય શ્રી રામ તથા જય કષ્ટભંજન દેવના નારા લગાવ્યા હતા.

થોડા સમય પહેલા જ નીતા અંબાણી અને મુકેશ અંબાણી ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે દ્વારકાધીશ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે ભગવાન દ્વારકાધીશના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

હાલમાં તો કોકીલાબેન અને અનિલ અંબાણી ની તસ્વીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *