બોલીવુડની મશહૂર અભિનેત્રી દિયા મિર્ઝા એ લીધી ગાંડી ગીર ની મુલાકાત સિંહ સાથે અનેક તસવીરો થઈ વાયરલ ગાંડી ગીર વિશે કહ્યું કે……
ગુજરાતના પ્રકૃતિનો ખોળો એટલે ગાંડી ગીર અહીં આવતા જાણે સ્વર્ગમાં પહોંચી ગયા હોય તેવો અનુભવ થાય છે અને જે લોકોને સિંહ જોવાનો શોખ હોય તે શોખ આ ગીરમાં આવીને જ વ્યક્તિનો પૂરો થાય છે ખરેખર ગીર એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે.
જાણે કુદરત સાક્ષાત જ ગીરમાં આવીને પોતાની કળા વરસાવતો હોય તેવું લાગે છે તેથી જ દરેક લોકો ગીરમાં જવાનું વધારે પસંદ કરે છે. અહીંનો નજારો તથા પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ નિહાળવા જેવું છે તથા અહીં કુદરતી દ્રશ્યો પણ અઢળક પ્રમાણમાં જોવા મળે છે.
અહીં આવેલું લાયન પાર્ક દરેક લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે આ પાર્કની મુલાકાત લેવા માટે થોડા સમય પહેલા જ દિયા મિર્ઝા અભિનેત્રી આવી હતી તેમણે ગીર નેશનલ પાર્કની મુલાકાત ના અનેક વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં તેમના ચાહકોએ અનેક લાઈક અને કોમેન્ટ કરી હતી દિયા મિર્ઝાના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે.
તેમણે ગીરને લઈને તેમના અનુભવો પણ શેર કર્યા હતા દિયા મિર્ઝાએ પોતાના દીકરા સાથેની સફર પણ માણી હતી તથા સિંહ જોવાનો પણ લહાવો પ્રાપ્ત કર્યો હતો. દિયા મિર્ઝા પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવે છે કે કદાચ હું સિમ્બાની આવવાની રાહ જોતી હતી.
જેથી ગીર નેશનલ પાર્કનો જાદુ જોઈ શકું તેમણે વધુ જણાવ્યું હતું કે આ સંરક્ષણ ક્ષેત્રમાં વિતાવેલો સમય મને ખૂબ જ આનંદ આપે છે હું અહીંથી ફરી આવવાનું પસંદ કરીશ. દિયા મિર્ઝાએ ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી અને તેનો સુંદર અનુભવ પણ શેર કર્યો હતો.
ગીર નેશનલ પાર્ક કે ભારતનો મહત્વનો ભાગ છે તે ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક અમૂલ્ય વારસો છે દિયા મિર્ઝા ની ગીર નેશનલ પાર્કની મુલાકાત અને તેમનો અનુભવ તેમની પ્રસિદ્ધિમાં વધારો કરે છે. હાલમાં તો દિયા મિર્ઝાની ગીર સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.