સુરાપુરા ધામ ભોળાદ વિશે દાનભા બાપુએ એવું કહ્યું કે અહી થતી ભીડ માત્ર….
આપ સૌ લોકોએ સુરાપુરા ધામ ભોળાદ નામ તો સાંભળ્યું જ હશે આ ધામ આજે દરેક ભક્તો માટે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતિક બની ગયું છે અહીં ઘણા વર્ષો પહેલા રાજાજી તેજાજી દાદા દીકરીની લાજ બચાવવા માટે વાહરે ચડ્યા હતા. તે બાદ અહીં રાજાજી તેજાજી દાદા બિરાજમાન થયા હતા. આ ગામમાં સુરાપુરા દાદા ની કૃપાથી અને અહીંના ગાદીપતિ પૂજ્ય દાનભા બાપુની પ્રેરણાથી લાખો પરિવાર સારા માર્ગે વળ્યા છે તથા વ્યસન મુક્ત થયા છે. આ ધામ ભક્તિની સાથે સાથે સંસ્કારનું પણ કેન્દ્ર બન્યું છે તેથી જ આ દાદા ના ધામમાં દરરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના શરણે માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવે છે.
દાદા પણ દરેક લોકોની મનોકામના સાંભળી તેમની ઇચ્છા પૂર્ણ કરે છે દાદાના શરણે આવેલો કોઈ પણ ભક્ત નિરાશ થતો નથી. સુરાપુરા ધામમાં અનેક સ્વયંસેવકો સેવા કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય છે તથા દાદા ની નિસ્વાર્થ ભાવે સેવા કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ ધામમાં અમાસ અને પૂનમ નું અનેરૂ મહત્વ છે આ દિવસે દાદાને ખૂબ જ ભવ્ય અને શાનદાર શણગાર કરવામાં આવે છે.
અહીંના ગાદીપતિ પૂજ્ય દાનભા બાપુ પણ દાદાની અને અહીં આવતા લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે તથા તેને સારા માર્ગે દોરવાનો પ્રયાસ કરે છે પૂજ્ય દાનભા બાપુએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ મંદિરમાં કોઈપણ જાતની અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ તરફ લોકોને દોરવામાં નથી આવતા પરંતુ દાદા પર અતૂટ અને અખૂટ વિશ્વાસ રાખી દરેક કાર્ય કરવામાં આવે .છે આ મંદિરમાં એક પણ રૂપિયો ઉઘરાવામાં આવતો નથી પરંતુ દાદા ની કૃપાથી તમામ સેવા તથા અન્ન ક્ષેત્ર ચાલે છે બાપુનું કહ્યું છે કે આપના પૈસાથી કોઈ ગરીબ દીકરા દીકરીઓને ભણાવો અથવા તેના માટે સારું ભવિષ્ય બનાવો. બસ આજ વાતથી દાદા રાજી થશે.
અમારો ઉદ્દેશ કોઈ ભીડ ભેગી કરવી નથી પરંતુ દાદા ઉપર જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી અહીં ભક્તોની ભીડ રહેશે અને દાદા પણ આજે આવા કળિયુગમાં પણ હાજરાહજૂર અહીં બિરાજમાન છે. આ દાદાને માત્ર ક્ષત્રિય સમાજના લોકો જ નહીં પરંતુ તમામ સમાજના લોકો પૂજે છે. અહીં દરેક તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે આ મંદિરમાં માત્ર ગુજરાતી જ નહી પરંતુ વિદેશથી પણ લોકો દર્શન કરવા માટે આવે છે.