ઓસ્ટ્રેલિયાનો જમાઈ બન્યો બિહારનો યુવક ગામડાના દેશી યુવાનનું દિલ આવ્યું ઓસ્ટ્રેલિયાની ગોરી પર

આપણા ભારત દેશમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે આ બંધનમાં જોડાઈ દરેક દંપતિઓ પોતાના નવા જીવનની શરૂઆત કરે છે. પરંતુ ખરા જીવનમાં પ્રેમ આંધળો હોય છે તેને કોઈપણ જાતની સીમા જ્ઞાતિ ધર્મ નડતો નથી બસ બંને લોકો એકબીજા સાથે નજર મિલાવી પ્રેમના બંધનમાં બંધાઈ જતા હોય છે. આવી જ એક ઘટના બિહારના બકસરમાંથી સામે આવી છે. જેમાં એક સામાન્ય પરિવારમાંથી આવતો યુવાન જયપ્રકાશ કે જેમને ઓસ્ટ્રેલિયાના મેલ બન માં રહેતી વિક્ટોરિયા નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.

આ પ્રેમ કહાની ની જો વાત કરીએ તો બિહારના બકસરમાં રહેતો યુવાન પોતાનું ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તથા ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. તે દરમિયાન તેનો સંપર્ક ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન માં રહેતી વિક્ટોરિયા સાથે થયો હતો ત્યારબાદ બંને લોકો મિત્રતામાં બદલાયા હતા. આ મિત્રતા ધીરે ધીરે આગળ વધી પ્રેમ સંબંધમાં પરિવર્તન પામી હતી. બંને લોકો એકબીજા સાથે ઘણો લાંબો સમય વિતાવવા લાગ્યા હતા તથા ઓસ્ટ્રેલિયાની અનેક જગ્યાએ સાથે ફરવા પણ ગયા હતા.

બંને લોકોને એકબીજા સાથે ખૂબ જ ગાઢ પ્રેમ થઈ ગયો હતો. આ જ પ્રેમ સંબંધને બંને લોકોએ લગ્નમાં પરિવર્તિત કરવાનું વિચાર્યું હતું. આખરે બંને લોકો એ એકબીજાના પરિવારને પોતાના પ્રેમ વિશે જણાવ્યું હતું અને બંનેના પરિવારજનો આ લગ્ન માટે સહમત થયા હતા. ત્યારબાદ બંને લોકોએ ભારતના બિહાર શહેરમાં સંપૂર્ણ હિન્દુ રીત રિવાજ અનુસાર તથા સંસ્કૃતના મંત્રોચ્ચાર સાથે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાયા હતા.

આ લગ્નમાં બંને લોકોના પરિવારજનો તથા ગ્રામજનો પણ જોડાયા હતા. આ સમાચાર સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયો હતો આ યુવકના પિતા તેના ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે. વિક્ટોરિયાના પરિવારજનો ભારતીય સંસ્કૃતિ તથા તેના સંસ્કારો થી ખૂબ જ ખુશ થયા હતા તથા તેના મન ભરીને વખાણ કર્યા હતા તેની પુત્રીને તેના હાથ પર પહેલીવાર મહેંદી જોઇ તેમના માતા પિતા પણ ખૂબ જ ભાવુક થયા હતા.

યુવતીના પરિવારજનોએ લગ્નની તમામ વિધિમાં ભાગ પણ લીધો હતો તથા બંને લોકોએ વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા યુવતીએ કહ્યું હતું કે હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું તથા તેને હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના પણ વખાણ કર્યા હતા હાલમાં તો આ લગ્ન એક ચર્ચાનો વિષય બની ગયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે જેમાં અનેક લોકોએ લાઈક અને કોમેન્ટ કરી પોતાના મંતવ્ય દર્શાવ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *