ખરેખર નસીબ હોય તો આવું!! પ્રેમી પંખીડા મંદિરમાં પૂજા કરવા ગયા અચાનક ગ્રામજનોએ પકડી પાડ્યા અને ત્યારબાદ એવું થયું કે….
આપણે સૌ લોકો જાણીએ છીએ કે કોઈપણ વસ્તુને ગમે તેટલી છુપાવી એ પરંતુ એક સમયે તે બહાર આવી જ જાય છે અને લોકોને ખબર પડે છે. તેમાં પણ પ્રેમ કોઈથી છૂપો રહેતો નથી તે એક સમયે લોકો સમક્ષ આવી જ જાય છે ઘણા લોકો પોતાના પ્રેમને પામવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે પરંતુ તે તમામ પ્રયત્નો નિષ્ફળ રહે છે અને અંતે પોતાના પ્રેમને છોડવો પડે છે પરંતુ ઘણીવાર એવું બની જતું હોય છે કે કોઈ સહયોગથી પોતાના પ્રેમ સાથે લગ્ન કરવા મળી જતા હોય છે.
આવી જ એક ઘટના બિહારના મૂંગેરમાંથી સામે આવી છે. જેમાં એક યુવક અને યુવતી મંદિરમાં પૂજા કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેણે નજીક આવેલા પંચાયત ઘરમાં વાતચીત કરી હતી ત્યારે અચાનક જ ગ્રામજનો જોઈ જ હતા તેને પકડી પાડ્યા હતા. આ બાદ આ પ્રેમ કહાની નો હોબાળો મચી ગયો હતો અને સમગ્ર ગ્રામજનોને ખબર પણ પડી ગઈ હતી.
ત્યારબાદ ગ્રામ પંચાયતમાં આ મામલો પહોંચી ગયો હતો અનેક નિર્ણયો બાદ અંતે ગ્રામ પંચાયતે આ બંને લોકોના લગ્ન કરાવી દેવાનું વિચાર્યું હતું ત્યારબાદ બંને પરિવારજનોની સંમતિથી આ યુવક અને યુવતી લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. યુવક અને યુવતી 2019 થી એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ તે તેના પરિવારને કહી શક્યા ન હતા પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આજે આ બંને લોકો લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા યુવતી કહી રહી છે કે હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું ભગવાનનો તથા સમગ્ર ગ્રામજનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
હાલમાં તો આ લગ્નને જોવા માટે આસપાસના ગ્રામજનો પણ ભેગા થઈ ગયા હતા તથા સોશિયલ મીડિયામાં પણ આ પ્રેમ કહાનીએ જોર પકડ્યું હતું જેમાં અનેક લોકો લાઈક અને કોમેન્ટ કરી પોતાના અલગ અલગ મંતવ્ય દર્શાવી રહ્યા છે જેમાં એક વ્યક્તિ લખી રહ્યો છે કે નસીબ હોય તો આવું ઘણા લોકોને પોતાનો પ્રેમ મળતો નથી જ્યારે આ લોકોને સંજોગો વાતથી પોતાનો પ્રેમ મળી ગયો છે ખૂબ ખૂબ અભિનંદન આવું કહી એક વ્યક્તિએ કોમેન્ટ કરી હતી.