સુરાપુરા ધામ ભોળાદ ખાતે પધાર્યા લોક સાહિત્યકાર માયાભાઈ આહીર.. દાનભા બાપુ ને હાર તથા શાલ ઓઢાડી કર્યું સન્માન જુઓ સુંદર તસવીરો
આપ સૌ લોકો સુરાપુરા ધામ ભોળાદ વિશે સાંભળ્યું જ હશે. આ ધામ આજે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા નું પ્રતીક બની ગયું છે સુરાપુરા ધામ ભોળાદ સાથે વીર રાજાજી તથા તેજાજી દાદા ની શૂરવીર ગાથા જોડાયેલી છે આ ધામમાં આજે આવા કળિયુગમાં હાજરાહજૂર વીર રાજાજી તથા તેજાજી દાદાની પૂજા કરવામાં આવે છે દાદાના દર્શન કરવા માટે ખૂબ જ દૂર દૂરથી ભક્તો આવે છે અને દાદાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે.
આ ધામમાં આવનાર દરેક ભક્ત કોઈ પણ જાતની અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ મૂકી માત્ર દાદા પર વિશ્વાસ અને આસ્થા રાખી દાદાના દરબારમાં આવે છે દાદા પણ પોતાના દ્વારા આવેલો કોઈ પણ ભક્તોને નિરાશ થવા દેતા નથી. અહીં દૂર દૂરથી અનેક સ્વયંસેવકો સેવા કરવા માટે પણ આવે છે. દાદા ની કૃપાથી અને અહીંના ગાદીપતિ પરમ પૂજ્ય દાનભા બાપુના માર્ગદર્શનથી અનેક લોકો વ્યસન મુક્ત થઈ સારા માર્ગે દોરાયા છે.
આ ધામ આજે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા સાથે સંસ્કારનું પણ એક અનોખું કેન્દ્ર બન્યું છે અહીં આવતા દરેક માનવીઓમાં સંસ્કારનું સિંચન કરવામાં આવે છે તેમાં અહીંના ગાદીપતિ પૂજ્ય દાનભા બાપુ નો અગ્રિમ ફાળો રહ્યો છે.
સુરાપુરા ધામ ભોળાદ ખાતે થોડા સમય પહેલા લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર માયાભાઈ આહીર દાદા ના દર્શન કરવા માટે ભોળાદ ખાતે પધાર્યા હતા. અહીં દાનભા બાપુએ ખૂબ જ હરખથી માયાભાઈ આહીર નું સ્વાગત કર્યું હતું. માયાભાઈ આહીર દાદા ના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તથા દાનભા બાપુના પણ ચરણસ્પર્શ કર્યા હતા. આ ધામમાં આવનાર દરેક ભક્તોનું સ્વાગત દાનબાપુ ખૂબ જ હરખ થી કરે છે.
આ બાદ માયાભાઈ આહીર એ દાનબા બાપુને સાલ ઉડાડી તથા હાર પહેરાવી સન્માન કર્યું હતું. ત્યારબાદ દાનબા બાપુએ પણ માયાભાઈ આહીર ને સાલ તથા હર પહેરાવી સ્વાગત કર્યું હતું. તેની સાથે સાથે સુરાપુરા ધામ ભોળાદ વિશે પણ માહિતી મેળવી હતી તથા અહીંના ટ્રસ્ટીગનો સાથે પણ વાતચીત કરી હતી. ત્યારબાદ મહાપ્રસાદનો લાભ લઇ માયાભાઈ આહીર એ વિદાય લીધી હતી.