સુરાપુરા ધામ ભોળાદ ખાતે પધાર્યા ગુજરાતી સંગીતકાર ફરીદામીર સુરાપુરા ધામ ભોળાદ વિશે એવું કહ્યું કે…..
આપ સૌ લોકો ગુજરાતી સંગીતકાર ફરીદામીર ને તો ઓળખતા જશો તેમને પોતાના સુરથી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે ફરીદામીર એ આ મુકામ સુધી પહોંચવા માટે અનેક સંઘર્ષ કર્યા છે તેથી જ આજે તેઓ સફળતા ના શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે. ફરીદામીરના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર આપે છે આ જ કારણથી ફરીદામીર પોતાના ચાહકોના પ્રેમને લીધે સતત આગળ વધી રહ્યા છે.
ફરીદામીર ને સંગીત ક્ષેત્રે અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે તથા તેના દરેક ડાયરા તથા પ્રોગ્રામમાં ખૂબ જ મોટી સંખ્યામાં તેના સૌને સાંભળવા માટે લોકો ઉમટી પડે છે તથા લાખો કરોડો રૂપિયાનો વરસાદ પણ ફરીદા મીરના સૂર ઉપર થાય છે. ફરીદામીર આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ તથા ધર્મ ક્યારેય ભૂલ્યા નથી તે હંમેશા પોતાના સંસ્કારો સાથે જોડાયેલા રહે છે.
તેથી જ ફરીદામીર થોડા સમય પહેલા શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતીક સુરાપુરા ધામ ભોળાદ ખાતે દાદાના દર્શન કરવા માટે પધાર્યા હતા. જ્યાં તેમને દાદા ના શરણે માથું ઝુકાવી ધન્યતાનો અનુભવ કર્યો હતો. સુરાપુરા ધામ ભોળાદ વિશે ફરીદામીરે કહ્યું હતું કે આપણો દેશ એ શ્રદ્ધા વિશ્વાસ અને ધર્મ સાથે જોડાયેલો દેશ છે.
તેમાં પણ સુરાપુરા ધામ ભોળાદ એ ખૂબ જ પવિત્ર જગ્યા છે જ્યાં દાદા આવા કળિયુગમાં પણ હાજરા હજુર રહી અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારબાદ ફરીદામીરે સુરાપુરા દાદા ને યાદ કરી અનેક ભજનો તથા ગીતની રમઝટ જમાવી હતી. હાલમાં તો સુરાપુરા ધામ ભોળાદ ખાતેની અનેક તસવીરો ફરીદામીર એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં અનેક લોકોએ લાઈક અને કોમેન્ટ કરી સુરાપુરા દાદા ના નારા લગાવ્યા હતા.