હે ભગવાન આવું દુઃખ કોઈને ન બતાવે!! 132 લોકોથી ભરેલી બોટ પલટી માસુમ બાળકો અને સ્ત્રી પુરુષો સાથે 91 લોકોના થયા દર્દનાક મોત
હાલમાં દક્ષિણ પશ્ચિમ આફ્રિકન દેશોમાંથી હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. તેમાં મુસાફરોથી ભરેલી બોટ અચાનક ડૂબી જતા 90 થી વધારે લોકોના મોત થયા છે. આ એક માછીમારી બોર્ટ હતી પરંતુ લાંબા સમયથી તેને પરિવહન માટે મૂકવામાં આવી હતી. પ્રાંત પુલા નજીકના એક ટાપુ પર પહોંચવાનો પ્રયાસ કરતી વખતે અચાનક જ મોજા નું જોર આવતા આ બોટે પોતાનો કાબુ ગુમાવ્યો હતો. અને આ ગંભીર અકસ્માતની ઘટના સર્જાય હતી.
આ બોટમાં અનેક નાના માસુમ બાળકો સ્ત્રી પુરુષનો પણ સમાવેશ થયો હતો. પરંતુ આ બોટને મુસાફરી માટે બનાવવામાં આવી ન હતી. છતાં પણ તેમાં મુસાફરી શરૂ કરી દેવામાં આવી હતી. તેમાં પણ ક્ષમતા કરતા વધારે લોકો તેમાં સમાવવામાં આવ્યા હતા. તેથી જ આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. હાલમાં તો રેસ્ક્યુ ની ટીમ દ્વારા તમામ લોકોના બચાવવાના અનેક પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં પાંચ લોકો ને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે દરિયામાં સતત ઉછળતા મોજાને કારણે તમામ લોકોને બચાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો રેસ્ક્યું ટીમ ને કરવો પડ્યો હતો.
આ તમામ મુસાફરો પોતાના દેશમાં આવેલા કોલેરાના પ્રકોપથી બચવા માટે બીજા દેશના સ્થળાંતર કરી રહ્યા હતા પરંતુ અચાનક જ આ ઘટના બનતા અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સરકારી માહિતી અને આંકડા અનુસાર ગરીબ દેશોમાં સામેલ મોંઝબિકા માં અત્યાર સુધી કોલેરાને કારણે 15000 કેસ સામે 32 કરતા પણ વધારે લોકોના મૃત્યુના કિસ્સા બન્યા છે. હાલમાં તો આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.