વિદેશ જનારા માટે ચેતવણી જનકકિસ્સો!! અમેરિકામાં રહેતા ભારતીય યુવકનું ગુમ થયાના ત્રણ અઠવાડિયા બાદ દર્દનાક મોત તેના પિતાને આવતા હતા છેલ્લા દસ દિવસથી ધમકી ભર્યા કોલ ત્યારબાદ લાશના એવા થયા હાલ કે કિડની પણ…

હાલમાં તમામ યુવાનો વિદેશ તરફની રાહ વધારે પસંદ કરી રહ્યા છે ત્યાં જઈને અનેક લોકોને અભ્યાસ કરી સ્થાયી થવાનું સપનું હોય છે તો ઘણા લોકો પૈસાદાર થવાના સપના સજાવીને વિદેશ તરફ આગળ વધતા હોય છે. પરંતુ હાલમાં વિદેશની રાહ પણ ઘણી મુશ્કેલ થઈ ગઈ છે. કારણ કે અવારનવાર વિદેશમાંથી અનેક હત્યા આત્મહત્યા તથા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા થઈ ગયા છે જેથી કરીને આવનારા સમયમાં જતા વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓને વિચારવા મજબૂર કરી દીધા છે તથા તમામ લોકો ખૂબ જ ચિંતામાં મુકાયા છે.

હાલમાં એક એવી જ ઘટના સામે આવી છે કે જેમાં અમેરિકામાં રહેતા ભારતીય યુવકનું દર્દનાક મોત થયું છે. વિદ્યાર્થી ત્રણ દિવસ ગુમ થઈ ગયો હતો ત્યારબાદ ચોથા દિવસે તેના પરિવારને મૃત્યુના સમાચાર મળ્યા હતા.આ સમાચારથી તેનો સમગ્ર પરિવાર શોક ની લાગણી માં ગરકાવ થયો હતો.

આ યુવકની લાશ અને શોધખોળ બાદ અમેરિકાના ઓહાયો રાજ્યમાં કિલવલેન્ડ માંથી ખૂબ જ શંકાસ્પદ રીતે મળી હતી. અમેરિકાની સરકારે પણ આ મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે તથા જલ્દીથી કેસના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જો કે આ યુવક છેલ્લા એક મહિનાથી ગુમ હતો. જેથી કરીને તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની શોધ કરતા તેની લાશ ખૂબ જ શંકાસ્પદ રીતે મળી આવી હતી.

ભારતના હૈદરાબાદમાં રહેતા મોહમ્મદ અબ્દુલ અરાફત મેં 2023માં કલેવ લેન્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવ્યો હતો. પરંતુ તે 7 માર્ચથી ગાયબ હતો. તેના પિતા મોહમ્મદ સલીમ એ જણાવ્યું હતું કે તેની પાસે દસ દિવસ પહેલા ખંડણી માંગવા માટે ફોન આવ્યો હતો. તેમાં 1200 ડોલર એટલે કે એક લાખ રૂપિયા જેટલા પૈસા માંગવામાં આવ્યા હતા. જો તે પૈસા નહિ આપે તો અબ્દુલનું અપરણ કરી કિડની કાઢી નાખવામાં આવશે તેવી ધમકી આપી હતી.

આ બાદ તેના પિતાએ અમેરિકન સરકાર પાસે મદદ માંગી હતી તથા આ ધમકી અંગે ફરિયાદ પણ નોંધાવી હતી જેને પગલે અમેરિકન પોલીસે તાત્કાલિક યુવક ની શોધ શરૂ કરી દીધી હતી. જેને પગલે પોલીસને તેની લાશ ખૂબ જ શંકાસ્પદ રીતે મળી આવી હતી. હાલમાં તો પોલીસ અબ્દુલના પરિવારને ન્યાય આપવાનું પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યું છે. જોકે આવનારા સમયમાં વિદેશ જનારા તમામ વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓ માટે આ એક ચેતવણી જનક કિસ્સો બન્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *