બોલીવુડની સુપરહીટ જોડી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ આવનારી ફિલ્મની સફળતા માટે અબુધાબીમાં આવેલ બીએપીએસ મંદિરની લીધી મુલાકાત તસવીરો જોઈ ચાહકો બોલી ઉઠ્યા કે…
હવે ટૂંક જ સમયમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની બડે મિયા છોટે મિયા નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મને સફળ બનાવવા માટે બંને અભિનેતાએ ખૂબ જ મહેનત કરી છે તથા તેમની સાથે સાથે આ ફિલ્મના આશીર્વાદ મેળવવા માટે આ બંને અભિનેતા અબુધાબીમાં બનેલ બીએપીએસ મંદિર પહોંચ્યા હતા ત્યાં તેમની ભગવાન શ્રી સ્વામિનારાયણ આશીર્વાદ લઇ ફિલ્મની સફળતા માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જેના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારની અબુધાબી ની ધરતીમાં સંપૂર્ણ ભારતીય પહેરવેશ સાથે બીએપીએસ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમને ઉપસ્થિત સંતના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ તેમણે મંદિરમાં આવેલ અને કોતરણી તથા શિલ્પકલા વિશે સમજ મેળવી હતી.
ત્યારબાદ મંદિરમાં બિરાજમાન રામકૃષ્ણ સીતારામ ભગવાન જગન્નાથ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આટલા મોટા અભિનેતા હોવા છતાં પણ ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી.
આ બાદ તેમણેબીએપીએસ ગુરુ પરંપરા વિશે પણ સમજ મેળવી હતી. મંદિરના ટ્રસ્ટ દ્વારા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે અનુભવ જણાવતા કહ્યું હતું કે ખરેખર આવો અદભુત અનુભવ અમને આજ સુધી થયો નથી બીએપીએસ સંસ્થા દરેક મુશ્કેલીના સમયમાં હંમેશા આગળ ઊભી રહી છે. ત્યારબાદ તેમણે ફિલ્મને સફળ બનાવવા માટે ઉપસ્થિત સંતો ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે તથા તમામ લોકોએ લાઈક અને કોમેન્ટ દ્વારા ફિલ્મની સફળતા માટે અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યા હતા. અનેક લોકોએ તેમની સાદગી તથા સંસ્કારોના પણ મન ભરીને વખાણ કર્યા હતા. આ જ કારણથી બંને અભિનેતાઓ આજે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડી રહ્યા છે.