ચાર વર્ષના લગ્ન જીવન બાદ પત્ની ના અન્ય જગ્યાએ સંબંધ હોવાથી પતિએ ગળાફાંસો ખાય મોતને વ્હાલું કરી લીધું સુસાઇડ નોટમાં એવી વાત સામે આવી કે….

સમગ્ર ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ગોધરાના કાછિયાવાડ વિસ્તારમાં આવેલ બાવાની મઢી પાસે રહેતા એક યુવકનો આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ યુવક ની પત્ની યુવકના ઘરેથી ગયા બાદ પોતાના પ્રેમી સાથે સંબંધ બાંધતી હતી તેથી જ અવારનવાર તેની પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા.

આ યુવકે અનેકવાર પોતાની પત્નીને સમજાવી હતી પરંતુ તેના સમજતા આખરે યુવકે મોતને વહાલું કરી લીધું હતું. આ બાદ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોધી વધુ તપાસ તથા પૂછપરછ હાથ ધરી છે વધુ તપાસ કરતા પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. મળતી માહિતી અનુસાર સતરામપુરાના લીમડી ડોડી ગામે રહેતા વિનોદભાઈ બામણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમને જણાવ્યું હતું કે તેના નાના ભાઈ અશ્વિન બામણીયા ના ચાર વર્ષ પહેલાં લગ્ન થયા હતા.

લગ્ન પછી અશ્વિનભાઈ હંમેશા ચિંતામાં રહેતા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા પૂછતા જણાવ્યું કે તેની પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડ સંબંધો ચાલી રહ્યા છે અનેકવાર પત્નીને સમજાવી છતાં પણ તે સમજી ન હતી. અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેના પતિ સાથે અવારનવાર ઝઘડાઓ થતા હતા. આ ઝઘડાઓથી કંટાળી તેની પત્ની પિયર પણ ચાલી ગઈ હતી. પરંતુ પરિવારના મનાવવાથી તેની પત્ની પાછી સાસરે આવી હતી પરંતુ પત્ની ન સુધરતા આખરે પતિએ આત્મહત્યા કરી લીધી હતી.

અશ્વિન અવારનવાર પોતાના મોટાભાઈ ને ફોન કરીને જણાવતો હતો કે મારી પત્ની હજુ સુધારવાનું નામ લેતી નથી હું જ્યારે પણ ઘરની બહાર જાવ ત્યારે તે તેના પ્રેમી સાથે સંબંધો બાંધે છે. આબાદ તમામ થી કંટાળી તેના પતિએ 20 માર્ચના રોજ લોખંડના હુક સાથે ગળાફાંસો ખાય મોતને વ્હાલું કરી લીધું હતું. હાલમાં તો તેની પત્ની સામે ગુનો નોંધાયો છે અને પોલીસ વધુ પૂછપરછ તથા તપાસ હાથ ધરી રહી છે જેથી કરીને આત્મહત્યાના સાચા કારણ સુધી પહોંચી આરોપીની ધરપકડ થઈ શકે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *