અબજો રૂપિયાની સંપત્તિ છોડી હિંમતનગરના જૈન પરિવારે અપનાવ્યો દીક્ષા નો માર્ગ વરઘોડામાં થઇ એવી શાનદાર એન્ટ્રી કે જોનારા પણ દંગ રહી ગયા

સમગ્ર ભારતમાં જૈન ધર્મના લોકો કરોડો રૂપિયાની સંપત્તિ છોડી મોક્ષના માર્ગે નીકળી પડે છે.આજ ના સમયમાં ધનદોલત ની માયા મૂકી દીક્ષા નો માર્ગ અપનાવો ખૂબ જ કઠિન છે પરંતુ જૈન ધર્મના લોકો આ અશક્ય કાર્યને પણ શક્ય બનાવે છે.

આજે એક એવા હિંમતનગરના જૈન પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હિંમતનગરમાં રહેતા ભાવેશ ભંડારી ભારતના અનેક રાજ્યોમાં પોતાનો બિઝનેસ ચલાવે છે. તેઓ લાખો નહીં પણ કરોડોની સંપત્તિના માલિક છે પરંતુ આ તમામ સંપત્તિ છોડી તેઓએ દીક્ષા નો માર્ગ અપનાવ્યો હતો.

આ પહેલા તેના દીકરા અને દીકરી એ પણ તમામ સંપત્તિ છોડી મોક્ષનો માર્ગ અપનાવ્યો હતો ત્યારબાદ તેના માતા પિતા એ પણ દીક્ષાનો નિર્ણય લીધો હતો. તેમની પત્ની પણ દીક્ષા લેવાના નિર્ણય સાથે પૂર્ણ રીતે સહમત થઈ હતી. આ પહેલા 16 વર્ષના દીકરા અને 19 વર્ષ ની દીકરીએ ખૂબ જ નાની ઉંમરમાં દીક્ષાનો માર્ગ અપનાવ્યો હતો. એમાંથી જ પ્રેરણા લઈ તેના માતા પિતાએ પણ હાલમાં જ દીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.

તેમની પત્ની પણ આ નિર્ણય સાથે ખૂબ જ ખુશ હતી તેથી જ દરેક લોકો આ પરિવારના ખૂબ જ વખાણ કરી રહ્યા છે પતિ સાથે પોતે પણ બલિદાન આપવું ખરા અર્થમાં ખૂબ જ કઠિન છે પરંતુ આ પત્ની પોતાના પતિમાં જ સુખ ગણી આ નિર્ણય સાથે પૂર્ણ રૂપે સહમત થઈ હતી. ભાવેશભાઈ ના પત્નીએ કહ્યું હતું કે દીક્ષા નો માર્ગ ખૂબ જ શ્રેષ્ઠ છે અમે આ વાતથી ખૂબ જ ખુશ છીએ.

ભાવેશભાઈ એ દીક્ષાના નિર્ણય લેતા જણાવ્યું કે થોડાક વર્ષો પહેલા અમારા જીવનમાં કોઈ ધાર્મિક મૂલ્ય ન હતું પરંતુ અમારા જીવનને બદલનારી એક ઘટના બની ત્યારથી જ અમારું જીવન બદલાયુ હતું.

અમારા ઘરે હિંમતનગરમાં પૂજ્ય ગુરુ ભગવંત પધાર્યા હતા તેની જવાની આશીર્વાદ અને કૃપાથી અમારા જીવનમાં ઘણો બદલાવ આવ્યો તે પછી અમારા પુત્રોએ દીક્ષા નો માર્ગ અપનાવ્યો હતો. આ બાદ અમે વધુ ગુરુજીના પરિચયમાં આવતા અમે પણ હાલમાં દીક્ષા લેવા જઈ રહ્યા છીએ. અમે અમારા જીવનમાં આવો સંતોષ પહેલાં ક્યારેય જોયો નથી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *