આને કહેવાય સંસ્કાર!! બોલીવુડના સુપરસ્ટાર હોવા છતાં પણ રણવીર સિંહ અને ક્રિતી સેનન કાશીના ઘાટ પર સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા વાયરલ તસવીરો જોઈ ચાહકોના દિલ પણ ખુશ થઈ ગયા – જુઓ તસવીર

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક જોડીઓ ખૂબ જ ફેમસ છે તેને કારણે જ આજના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ એ સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કર્યા છે. આવી જ એક બોલીવુડની મશહૂર બનેલી જોડી એટલે કે રણવીર એન્ડ ક્રિતી સેનન જોકે બંને લોકો એકબીજાના ખૂબ નજીકના મિત્રો છે.

આ બંને લોકોની જોડીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી દીધી છે તેના અનેક ફિલ્મમાં પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ અભિનેતા અને અભિનેત્રી દરેક ફિલ્મોમાં પોતાનો રોલ ખૂબ જ સારી રીતે નિભાવે છે તેથી જ આજના સમયમાં પણ તેમના ચાહકો ખૂબ જ પ્રેમ કરે છે.તેમના ચાહકો તેને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની આનબાન અને શાન માને છે.

હાલમાં જ રણવીર એન્ડ ક્રિતી સેનન ભારતમાં આવેલા પવિત્ર સ્થાન કાશીમાં જોવા મળ્યા હતા તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી અને આ તસવીર વાયરલ થતાની સાથે જ તેમના ચાહકોએ ખૂબ જ પ્રેમ અને સપોર્ટ આપ્યો હતો તથા અનેક લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રણવીર સિંહ અને ક્રિતી સેનન બંને લોકો કાશીના ઘાટ પર સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા. રણવીર સિંહ ગળામાં હાર પહેરેલો છે અને તેની સાથે કેસરિયો ખેસ પણ પહેર્યો છે. ક્રિતી સેનન એ પણ ગળામાં હાર પહેરી કેસરિયો ખેસ ધારણ કર્યો છે. બંને લોકો એક સાથે કાશીના ઘાટના દર્શન કર્યા હતા તથા આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી.

બંને લોકો માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તે છતાં પણ તેમના ચાહકો તેને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. ચાહકોને મળવા માટે ખુદ રણવીર સિંહ અને ક્રિતી સેનન નજીક જઈ તમામ લોકો સાથે હાથ મિલાવ્યા હતા તથા તેની સાથે ફોટોશૂટ પણ કરાવ્યો હતો. આટલા મોટા અભિનેતા હોવા છતાં પણ પોતાના ચાહકો સાથે હંમેશા ખૂબ નજીકથી જોડાયેલા રહે છે. આ સાથે જ તેઓ હંમેશા પોતાની સંસ્કૃતિ સંસ્કારો અને ધર્મને માન આપે છે. આજ કારણથી આજે તેઓ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે.

આ બાદ ચાહકોએ રણવીર સિંહ અને ક્રિતી સેનનની આવનારી ફિલ્મની પણ રાહ જોઈ રહ્યા છે પરંતુ હાલમાં તો સોશિયલ મીડિયામાં આ તસવીરો ધૂમ મચાવી રહી છે તથા લોકોએ હર હર મહાદેવ ના નારા પણ લગાવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે આ બાદ આ બંને બોલીવુડ સુપરસ્ટાર કઈ ફિલ્મમાં ધૂમ મચાવી શકે છે જેની તેના ચાહકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *