પ્રખ્યાત સિંગર અને સોંગ રાઇટર અનન્યા બિરલા પોતાના સમગ્ર પરિવાર સાથે મુંબઈમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો મંદિર તરફથી અનન્યા બિરલા ને એવી ભેટ આપી કે…..
હાલના સમયમાં બોલીવુડના સુપરસ્ટાર સાથે સાથે અને સિંગરો પણ ભારતમાં આવેલા તીર્થ સ્થાનોની મુલાકાત લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. તેવા માં સિંગર એન્ડ સોંગ રાઇટર અનન્યા બિરલા પોતાના પરિવાર સાથે મુંબઈમાં આવેલા પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર જોવા મળી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી તેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી તથા લોકોએ ગણપતિ બાપા મોરિયા નો નાદ પણ લગાવ્યો હતો .
વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અનન્ય બિરલા પોતાના સમગ્ર પરિવાર સાથે સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળી રહી છે. અનન્યા બિરલા પોતાના મોટાભાગના સમય પોતાના પરિવાર સાથે જ વિતાવે છે આબાદ સિદ્ધિવિનાયક ટ્રસ્ટી મંડળ દ્વારા તેમને ભગવાન ગણેશની મૂર્તિ પણ અર્પણ કરવામાં આવી હતી તથા અનન્ય બિરલા એ તમામ ટ્રસ્ટીગણનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. સિદ્ધિવિનાયક મંદિરમાં અનન્ય બિરલા ના પરિવારની સુરક્ષા માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તથા તેમનું સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત પણ થયું હતું.
અનન્યા બિરલા ની આવી સાદગી જોઈ તમામ ચાહકોના દિલ ખુશ થઈ ગયા હતા. અનન્યા બિરલા આટલી મોટી સિંગર અને સોંગ રાઇટર હોવા છતાં પણ હંમેશા પોતાની સાદગી ધર્મ અને સંસ્કારો સાથે જોડાયેલી રહે છે. આજ કારણથી તેના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે. હાલમાં તો તેણે સિદ્ધિવિનાયક મંદિર જઈ ભગવાન શ્રી ગણેશ ના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી. તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.