બાળકને ચોકલેટ આપતા હવે ચેતી જજો!! ફતેગઢમાં રહેતા માત્ર ત્રણ વર્ષના માસુમ બાળકનું ચોકલેટ ખાતા થોડા સમય બાદ તડપી તડપીને દર્દનાક મો-ત સમગ્ર શરીરનો રંગ વાદળી થઈ ગયો અને….
આપણા વિજ્ઞાનમાં અનેક ચોકલેટ ખાવાના ફાયદાઓ બતાવ્યા છે પરંતુ આ ચોકલેટ ઘણીવાર લોકોના જીવ લઈ લેતી હોય છે આવી જ એક ઘટના ફતેગઢ સાહિબ ના ખેડી નોંધ સિંહ વિસ્તારમાં બની હતી કે જ્યાં માત્ર ત્રણ વર્ષના બાળકનું ચોકલેટ ખાવાને કારણે દર્દનાક મોત થયું હતું. પરિવારે પણ ચોકલેટ કંપની પર અનેક આક્ષેપો લગાવ્યા છે તથા બાળકનું ચોકલેટ ખાવાની કારણે મોત થયું છે તેવું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે હાલમાં તો પોલીસે તાત્કાલિક તપાસ કરી પૂછપરછ શરૂ કરી દીધી હતી.
પોલીસે પૂછપરછ કરતા તેમના પરિવાર જેને જણાવ્યું હતું કે તે ગામ માં આવેલી દુકાનમાં ચોકલેટ ખરીદવા માટે ગયો હતો પરંતુ ચોકલેટ ખાધાના થોડા સમય બાદ તેનું શરીર ધીરે ધીરે વાદળી થવા લાગ્યું હતું. આ બાદ અમે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ ડોક્ટરની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મૃતક બાળકના દાદા જણાવી રહ્યા છે કે તેઓ તેમના પૌત્રને પાછો તો નહી લાવી શકે પરંતુ તેઓએ દરેક માતા પિતાને અપીલ કરી હતી કે પોતાના બાળકને ચોકલેટ ખવડાવતા પહેલા વિચાર કરવો જરૂરી છે. મૃતક બાળક ના પિતા કોઈ કામ અર્થે મલેશિયા ગયા હતા. પરંતુ પુત્રના મૃત્યુના સમાચાર મળતા તેઓ તાત્કાલિક પોતાના વતન દોડી આવ્યા હતા અને પુત્રને દફનાવવામાં આવ્યો હતો. બાળકના મૃત્યુથી પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. હાલમાં તો પોલીસ ચોકલેટ અંગે તપાસ કરી રહી છે જેથી કરી બાળકના મૃત્યુનું સાચું કારણ જાણી શકાય.