ખરેખર ગૌ સેવા એ પ્રભુ સેવા!! વડોદરાની સંસ્થા દ્વારા ગાયોને 500 કિલો કેરીનો રસ પીરસવામાં આવ્યો લોકો પણ આ દ્રશ્ય જોઈ બોલી ઉઠ્યા કે…
આપણે ઘણી વાર સાંભળ્યું છે કે ગૌ સેવા એ જ પ્રભુ સેવા કારણ કે ભારતીય સંસ્કૃતિમાં ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ થાય છે તેથી આપણા ભારત દેશમાં ગાયનું પૂજન કરવામાં આવે છે તેની સેવાથી જ આપણને દરેક પાપ માંથી મુક્તિ મળે છે તથા ભગવાન આપણી પર અસીમ કૃપા વરસાવે છે. હાલમાં વડોદરા શહેરમાં ગૌસેવા નો એક વિડીયો વાયરલ થયો છે જે દરેક લોકોના દિલ જીતી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે પાંજરામાં બંધ ગાયોને ભરપૂર તાજો રસ પીરસવામાં આવ્યો હતો. રસ જોઈને ગાયોની ખુશી બમણી થઈ ગઈ હતી જાણે ખુદ ભગવાન જ રાજી થઈ રહ્યા હોય તેવું દ્રશ્ય નું સર્જન થયું હતું. વડોદરામાં કાર્યરત સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી અનેક જરૂરિયાત મંદને ભોજન જમાડે છે. સંસ્થાના સ્થાપક નીરવ ઠક્કરે ગાયોની આવી સેવા કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે લોકોને ખૂબ જ ગમ્યો હતો. ગૌ શાળાના ટ્રસ્ટીઓએ પણ મન ભરીને આ સંસ્થાના વખાણ કર્યા હતા તથા તેને આશીર્વાદ પણ આપ્યા હતા.
આ સંસ્થા વડોદરા શહેરમાં મહિલાઓ જરૂરિયાતમંદ લોકો તથા વૃદ્ધોની સેવા કરે છે. રસ ઠંડો રહે તે માટે બરફની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. 500 કિલો જેટલો કેરીનો રસ ગાયો માટે કરજણ લઈ જવામાં આવ્યો હતો ત્યાં તમામ ગાયોને આ રસ પીરસવામાં આવ્યો હતો.
હાલમાં તો આ સેવાના કાર્યની ચારે તરફ ચર્ચાઓ ચાલી રહી છે તથા તેના અનેક વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં અનેક લોકોએ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી આ સંસ્થાને આશીર્વાદ પણ પાઠવ્યા હતા.