ઇતિહાસમાં પ્રથમવાર અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જૈન સમાજના નાનકડા બાળકથી લઈ 500 કરોડ કરતા પણ વધારે સંપત્તિ ધરાવનાર 35 જેટલા દીક્ષાર્થીઓ સંસારનો ત્યાગ કરશે
કરોડની સંપત્તિ ધરાવતા જૈન સમાજના અનેક લોકો આજના સમયમાં દીક્ષાના માર્ગે વળ્યા છે. અમદાવાદના ઈતિહાસમાં સૌપ્રથમવાર 18 થી 22 એપ્રિલ દરમિયાન ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે 35 દીક્ષા મહોત્સવ ઉજવાશે. મહાવીર સ્વામીના નિર્વાણ દિન નિમિત્તે 35 દીક્ષાર્થીઓ દીક્ષા લઇ મોક્ષના માર્ગે વળશે. આ ભવ્ય મહોત્સવ અમદાવાદમાં આવેલ રિવરફ્રન્ટ ખાતે ઉજવાશે. આ દીક્ષા મહોત્સવમાં 11 વર્ષથી લઈ 500 કરોડની સંપત્તિ ધરાવતા લોકો પણ દીક્ષા લેશે. આ દીક્ષા મહોત્સવ ઇતિહાસમાં સૌપ્રથમવાર ઉજવવા જઈ રહ્યો છે.
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દીક્ષા મહોત્સવ નિમિત્તે ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે રાજસ્થાની રીતે મહેલોની ઝાંખી કરાવતું સ્વર્ગ સમાન નગરીનું નિર્માણ કરવામાં આવશે જેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. બે લાખ મીટર કપડા નો અને 2.5 લાખ ચોરસ ફૂટ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ દીક્ષા મહોત્સવમાં 20,000 થી વધારે લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 2000 દિવડા ઓ થી સમગ્ર રિવરફ્રન્ટ ઝગમગી ઉઠશે.
સમગ્ર દીક્ષા મહોત્સવ નો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે: 18 તારીખે ભવ્ય શોભાયાત્રા તથા ઉદ્ઘાટન ની સાંજે સૌ લોકો ભક્તિના સૂરમાં જોડાશે. 19 તારીખે વિશિષ્ટ રીતે દરેક દીક્ષાર્થીઓ પોતાના મંતવ્યો તથા અનુભવ રજૂ કરશો. 20 તારીખે મહેંદી મહોત્સવ તથા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 21 તારીખે ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે સાત કિલોમીટર સુધીની રથયાત્રા કાઢવામાં આવશે.
ત્યારબાદ 22 તારીખે ભવ્ય દીક્ષા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. આ તારીખે તમામ વિચાર થયો મોક્ષના માર્ગે વળી નવા નામે ઓળખાશે. જૈન સમાજના અંતિમ તીર્થકર મહાવીર સ્વામીના 2550 વર્ષની ઉજવણી નિમિત્તે આ ભવ્ય અને અદભુત દીક્ષા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. જેની અમદાવાદ શહેર સાક્ષી બનશે. સમગ્ર અમદાવાદ વાસીઓ આ ઉત્સવ પ્રસંગે પોતાની ખુશીઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ દીક્ષા મહોત્સવમાં વિદ્યાર્થીઓ વેપારીઓ બિઝનેસમેન ગૃહિણીઓ સહિત 35 લોકો દીક્ષા લેશે. જેમાં એક સમગ્ર પરિવાર પણ દીક્ષા લેવા જઈ રહ્યો છે તેમાં પતિ પત્ની ભાઈ-બહેનો સમાવેશ થાય છે. 12 દીક્ષાર્થીઓ સુરત શહેરમાંથી પણ દીક્ષા લેવા જઈ રહ્યા છે. એમાં એક સીએ અને સંગીતકારનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં રીયલ એસ્ટેટનો ખૂબ જ મોટા પ્રમાણમાં બિઝનેસ કરતા ભાવેશ ગિરીશભાઈ ભંડારી તથા તેમની પત્ની પણ દીક્ષા લેવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે ભાવેશભાઈ ભંડારીની નેટવર્થ 500 કરોડ કરતાં પણ વધારે છે. ભાવેશભાઈ ભંડારી પોતાની સંપત્તિનો મોટાભાગનો હિસ્સો સેવા કાર્ય પાછળ જ વાપરે છે.
આ કાર્યક્રમમાં ત્રણેય ટાઈમના ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે. એક જ પંગતમાં 3200 કરતાં પણ વધારે લોકો જમી શકે તેવી વિશાળ વ્યવસ્થા કરી છે. 500 માણસોના સ્ટાફ સાથે ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. દરેક લોકોને ગરમીમાં ઠંડુ પાણી મળી શકે તે માટે બરફ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.