ગુજરાત પર આવી શકે છે આ સૌથી મોટું સંકટ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી સૌથી મોટી ભયજનક આગાહી
હાલમાં સમગ્ર ગુજરાતમાં ગરમી નો પારો સતત વધી રહ્યો છે તેમાં પણ એપ્રિલ મહિનામાં સૌથી વધારે તાપમાન ગુજરાતના અનેક શહેરોમાં નોંધાઈ રહ્યું છે તેમાં અમદાવાદ રાજકોટ વડોદરા સુરત જેવા શહેરોનો સમાવેશ થાય છે. 11 થી 20 એપ્રિલ દરમિયાન આ તમામ શહેરોમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાવ્યું હતું જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ કરેલી આગાહી પ્રમાણે આવનારા સમયમાં ગુજરાતના અનેક શહેરોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે જેને કારણે તમામ લોકો ગરમીમાંથી છુટકારો મેળવશે. 11 થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતના નાના-મોટા ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળ્યો હતો. જેને કારણે આવનારા સમયમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.
આ સાથે સાથે અનેક વિસ્તારોમાં વાવાઝોડું તથા ભારે વરસાદનો સામનો કરવો પડશે જેને કારણે ખેડૂત વર્ગને પણ ભારે નુકસાન ભોગવવું પડી શકે છે કારણ કે ભર ઉનાળ એ અચાનક જ વરસાદ આવતા પાકને ગંભીર નુકસાન થઈ શકે છે તેને કારણે ખેડૂત વર્ગ પણ ભારે ચિંતામાં મુકાયો છે. કચ્છ નાઅનેક વિસ્તારો વરસાદથી વધારે પ્રભાવિત થઈ શકે છે. આજ સવારથી જ કચ્છના અનેક નાના-મોટા ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો તથા ઘણા ગામડાઓમાં વાદળછાયા વાતાવરણનો પણ અહેસાસ થયો હતો.
આવનારા સમયમાં દ્વારકા પોરબંદર સોમનાથ જેવા શહેરોમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેને કારણે હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે. હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં વાતાવરણમાં કેવા પ્રકારનો પલટો આવી શકે છે.