500 વર્ષ બાદ અયોધ્યા ખાતે ઉજવાશે ભવ્ય રામ જન્મોત્સવ સમગ્ર અયોધ્યાને સ્વર્ગ કરતાં વિશેષ લાઈટ અને દિવડાઓ થી શણગારવામાં આવ્યું તસવીરો જોઈ તમે પણ જય શ્રી રામ બોલી ઉઠશો
સમગ્ર ભારત દેશમાં રામનવમી નો તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે રામનવમી નો તહેવાર સમગ્ર ભારતવાસીઓ માટે ખૂબ જ ખાસ અને અનમોલ છે કારણ કે 500 વર્ષ બાદ પ્રથમ વાર પાવન અયોધ્યા ધામમાં ભગવાન શ્રીરામનો ખૂબ જ ધામધૂમથી જન્મોત્સવ ઉજવવામાં આવશે. આપને સૌ લોકો જાણીએ છીએ કે 22 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ફરી વાર 17 એપ્રિલના રોજ રામનવમી નો પાવન તહેવાર હોવાથી સમગ્ર ભારતમાં અને અયોધ્યા ખાતે રામનવમી નો તહેવાર ની ઉજવણી થશે.
રામનવમી ના પાવન અવસર નિમિત્તે સમગ્ર અયોધ્યાને સ્વર્ગ કરતા વિશેષ શણગારવામાં આવી છે તથા સરયુ નદી ના તટ પર લાખો દીવડા થી સમગ્ર અયોધ્યા નગરી જગમગી ઉઠશે. રામ નવમી ના પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં અયોધ્યા ખાતે ભીડ ઉમટી પડી છે. લાખોની સંખ્યામાં રામનવમીના પાવન પર્વ પર ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે. રામનવમી નિમિત્તે તમામ ભક્તો માટે કડક સુરક્ષા બંદોબત પણ ગોઠવવામાં આવ્યો છે તથા મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવે છે.
રામનવમી ના પર્વ નિમિત્તે અનેક લોકો અયોધ્યા ખાતે સેવા કરવા માટે પણ જોડાશે તથા સવારે ભગવાન શ્રીરામને જળ અભિષેક કરાશે તથા બપોરે 12 વાગ્યે મહા આરતી કરી ભગવાન શ્રીરામનો ભવ્ય જન્મોત્સવ ઉજવાશે. અનેક લોકો અયોધ્યામાં ભગવો લહેર આવશે તથા જય શ્રી રામના નારા પણ લગાવશે. હાલમાં તો અયોધ્યા ખાતે મંદિર તથા ભગવાન શ્રીરામની મૂર્તિની અનેક સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે જેમાં અનેક લોકો ખૂબ લાયક અને કોમેન્ટ કરી જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે અને રામનવમી ની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.