500 વર્ષ બાદ ભગવાન શ્રીરામના મસ્તક પર સૂર્ય તિલક ના દર્શન કરી દરેક ભક્તોએ ધન્યતા અનુભવી આ ઘડી જોતાની સાથે જ અનેક ભક્તો ખૂબ ભાવુક થઈ ગયા. જુઓ વાયરલ તસવીરો

સમગ્ર ભારત દેશમાં રામનવમી નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પરંતુ આ વખતની રામનવમી દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ હતી કારણ કે 500 વર્ષ બાદ ફરી એક વાર અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો હતો. આ શુભ પ્રસંગે સમગ્ર અયોધ્યાને સ્વર્ગથી પણ વિશેષ દીવડા અને લાઈટો દ્વારા શણગારવામાં આવી હતી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ની ઝલકને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે ભેગા થયા હતા.

તમામ ભક્તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું સૂર્ય તિલક જોવા માટે ખૂબ જ આતુર હતા કારણ કે આ ઘડી તમામ લોકોને 500 વર્ષ બાદ જોવા મળી હતી. આ સાથે સાથે ભગવાન શ્રીરામની મૂર્તિ પણ ખૂબ જ આકર્ષક લાગી રહી હતી તેથી ભક્તો તેને જોતાની સાથે જ શ્રીરામની મૂર્તિમાં લીન થઈ ગયા હતા. તમામ ભક્તોને ત્રણથી ચાર મિનિટ સુધી શ્રીરામના મસ્તક પર સૂર્ય તિલક ના દર્શન થયા આ ઘડી તમામ ભક્તોને ધન્ય કરી દીધી હતી. સમગ્ર ભારતમાં ખૂણે ખૂણે આ ઘડીને દરેક લોકોએ નિહાળી હતી.

ભગવાન શ્રીરામનો બપોરે 12 વાગ્યે અયોધ્યા ખાતે ખૂબ જ ધામધૂમથી જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં તમામ ભક્તો મન મૂકીને નાચ્યા પણ હતા. સૂર્ય તિલક માટે 20 પાઇપ માંથી 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી હતી જેમાંથી ભગવાન શ્રીરામને સૂર્ય તિલકના કિરણો મસ્તિક પર પાડવામાં આવ્યા હતા. લોકો આ ઘડી જોઈ ધન્ય થઈ ગયા હતા.

અયોધ્યા ખાતે ખૂબ જ મોડીરાત્રી સુધી ભક્તોએ દર્શન કર્યા હતા. રામનવમીના ખાસ પર્વ નિમિત્તે મંદિરને 11:30 વાગ્યા સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેથી કરીને તમામ ભક્તો ભગવાન શ્રીરામના દર્શન કરી શકે તથા મંદિરના દર્શનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં અયોધ્યામાં દસ લાખ કરતા પણ વધારે ભક્તોએ દર્શન કરી ધન્યતા નો અનુભવ કર્યો છે. સૂર્ય તિલકના અનેક વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી જેમાં અનેક લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *