સુરતમાં રહેતા કિરણભાઈ બ્રેઈન ડેડ જાહેર થતાં તેમના પરિવારે લીવર ચક્ષુ અને કિડનીનું દાન કરી પાંચ લોકોને નવું જીવન આપી ફરી એકવાર સુરત એ માનવતાની મહેક ફેલાવી
કર્ણભૂમિ સુરત તરીકે ઓળખાતું શહેર આજે ડોનેટ સીટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે તેનું શ્રેય સમગ્ર સુરતની જનતાને પહોંચે છે. સુરતની જનતા હમેશા સત સેવાના કાર્યોમાં હંમેશા આગળ રહે છે. તેથી જ સુરતની ધરતી એ ખૂબ પવિત્ર છે. હાલમાં જ સુરતમાં સમગ્ર સુરતીઓ ગર્વ લઈ શકે તેવી એક વાત સામે આવી છે.
લેઉવા પટેલ સમાજમાંથી આવતા 46 વર્ષે સ્વ.કિરણકુમાર રમેશભાઈ વેકરીયા ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી લીવર કિડની અને ચક્ષુનું દાન કરી પાંચ લોકોને નવું જીવન આપ્યું છે. આ વાત દરેક લોકો માટે એક પ્રેરણાદાયક છે. 11 એપ્રિલ ના રોજ કિરણ કુમાર વરાછા ખોડલ રેસ્ટોરન્ટમાં ટિફિન દેવા માટે જતા હતા.
ત્યારે ઘરે પાછી આવતી વખતે અચાનક અજાણ્યા વાહન ચાલકે અચાનક ટક્કર મારતા તેઓ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તેને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીરી જવાને કારણે ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓને પ્રાથમિક સારવાર માટે વિનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેનો બચાવ અશક્ય બન્યો હતો.
કિરણભાઈ ની લાંબી સારવાર કરાવતા જાણવા મળ્યું કે તેમને ગંભીર ઇજાઓ થવાથી મગજમાં લોહીનો ગઠ્ઠો થઈ ગયો છે તેથી તેમને બચાવવા ખૂબ જ મુશ્કેલ છે. 14 એપ્રિલના રોજ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
આબાદ ડોનેટ લાઈફની ટીમ તુરંત હોસ્પિટલ પહોંચી હતી અને કિરણભાઈના સમગ્ર પરિવારને અંગદાનનું ખૂબ જ નજીકથી મહત્વ સમજાવ્યું હતું. આબાદ કિરણભાઈ નો સમગ્ર પરિવાર અંગદાન માટે સહમત થયો હતો અને આખરે તેમની લીવર કીડની અને ચક્ષુનું દાન કરી પાંચ લોકોને નવું જીવન આપ્યું હતું. આ વાત માત્ર સુરત માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત માટે ખૂબ ગર્વની વાત છે તેથી જ સુરતને ડોનેટ સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે.