તારક મહેતા શો ની અભિનેત્રી જેનિફર મિસ્ત્રી ઉર્ફે રોશન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો કારણ જાણી તેના ચાહકો પણ રડી પડ્યા

તારક મહેતા ઉલ્ટા ચશ્મા શો આજે દરેક લોકો માટે લોકપ્રિય બની ગયો છે. પરંતુ આ શોમાં વર્ષોથી અભિનય કરાવતી અભિનેત્રી માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ શો થી ફેમસ થયેલી જેનિફર મિસ્ત્રી ની નાની બહેન ડિમ્પલ દુઃખદ અવસાન થયું છે. તેની બહેન ખૂબ જ લાંબા સમયથી અનેક સમસ્યાઓથી પીડાઈ રહી હતી. જેનિફર મિસ્ત્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાની બહેનની તસ્વીર શેર કરતાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી તથા પોતાની દુઃખની લાગણી પણ વ્યક્ત કરી હતી.

આ સમાચાર ને લઇ જેનિફર મિસ્ત્રીના ચાહકોમાં પણ શોકનો માહોલ સર્જાયો છે તથા તમામ લોકોએ કોમેન્ટ દ્વારા તેની બહેન માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેની બહેને 13 એપ્રિલના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તે તેની બહેનને ખૂબ જ પ્રેમ કરતી હતી તથા તેના જીવનનો અમૂલ્ય ભાગ હતી હાલમાં તે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.

જેનીફર મિસ્ત્રી એ તસવીર શેર કરતાં લખ્યું કે મારી વહાલી બહેન ડીમ્પલ તારા વગર જીવનની કલ્પના કરવી પણ લગભગ અશક્ય છે. લવ યુ સો મચ તારી યાદ સતાવે છે. તમે અમને શીખવ્યું કે જીવનની દરેક પલ કેવી રીતે ખુશાલ અને હસીને જીવવી. પછી ભલે ગમે તે પરિસ્થિતિ હોય ભગવાન તારા આત્માને શાંતિ આપે. આ દુઃખની ઘડીમાં જેનિફર મિસ્ત્રીના ચાહકો હંમેશા તેની સાથે છે તેવું તેના ચાહકોએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કહ્યું હતું.

થોડા સમય પહેલા જેનિફર મિસ્ત્રીની બહેને અપડેટ આપ્યુ હતો કે તેની હાલત ખૂબ જ ગંભીર છે. આજ કારણથી જેનીફર પર મિસ્ત્રી તેના ઘરે ગઈ હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી તેમાં તે તેની બહેન સાથે જોવા મળી હતી.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *