આગામી 15 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી ખેડૂત વર્ગ ભારે ચિંતામાં મુકાયા જાણો કયા કયા વિસ્તારમાં આવી શકે છે વાવાઝોડા સાથે વરસાદ
હાલમાં સતત બદલાતા હવામાનને લઈ હવામાન વિભાગે અનેક આગાહી વ્યક્ત કરી છે. તેમાં જણાવ્યા અનુસાર વેસ્ટન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનના ઉત્તર વિસ્તારોમાં જોવા મળી શકે છે. જેને લીધે પાકિસ્તાનના અનેક વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે. આ અસર ધીરે ધીરે વધી પંજાબ તરફ વધવાની પૂરેપૂરી સંભાવના છે. આ તમામ કારણોથી હવામાન વિભાગે ભારે વાવાઝોડાની આગાહીઓ પણ વ્યક્ત કરી છે.
જોકે આગામી દિવસોમાં ગરમીનો પારો સતત વધવાની સંભાવના છે પરંતુ તે બાદ તમામ લોકોને વરસાદને કારણે ગરમીમાંથી છુટકારો મળી શકે છે. આગામી 24 કલાકમાં જમ્મુ કશ્મીર અને હિમાચલ જેવા પ્રદેશોમાં ભારે ચક્રવાત સાથે વાવાઝોડું ત્રાટકી શકે છે. આ સાથે હિમવર્ષાના દ્રશ્યો જોવા મળી શકે છે.
આવનારી 21 થી 30 એપ્રિલના રોજ છુટા છવાયા વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે તથા અનેક વિસ્તારોમાં ભારે થી અતી ભારે વરસાદની પણ સંભાવના છે. હાલમાં તો ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો સતત વધેલો જોવા મળે છે.
ગુજરાતના અનેક શહેરોમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાય રહ્યું છે જેને કારણે ગુજરાતના અનેક લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આવનારા સમયમાં વરસાદ આવવાને કારણે તમામ લોકોને ગરમીમાંથી છુટકારો મળે તેવી સંભાવના છે.