સાળંગપુર ધામ ખાતે દાદાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય પુષ્પ વર્ષા અને અન્નકૂટ ઉત્સવ નું થયું ભવ્ય આયોજન લાખો ભક્તોએ દાદાની મહા આરતી નો લીધો લાભ
હાલમાં જ સમગ્ર ભારતમાં હનુમાન જયંતિ નો પાવન પર્વ ઉજવાયો હતો. ભારતમાં આવેલા અનેક હનુમાનજીના પાવન મંદિરો માં હનુમાન જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. એમાં પણ દરેક ભક્તો માટે આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ગામ ખાતે સાધુ સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય અને શાનદાર રીતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાળંગપુરમાં દર વર્ષે હનુમાન જન્મોત્સવ અનોખી રીતે ઉજવવામાં આવે છે.
સાળંગપુર ધામ કષ્ટભંજન હનુમાનજીની પાવન ભૂમિ પર પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી સ્વામી હરિપ્રકાશદાસજી ની પ્રેરણા થી તથા કોઠારી વિવેક સાગર દાસજી ના માર્ગદર્શન હેઠળ પૂનમના પાવન દિવસ નિમિત્તે મંદિરમાં સાંજે ષોડશોપચાર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂલો સાથે દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ સુંદર શણગાર જોઈ દાદા ના ભક્તો મૂર્તિમાં લીન થઈ ગયા હતા.આ સાથે સાથે દાદા માટે ફળ ફૂલ પુષ્પ અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. લાખો ભક્તોએ દાદાના અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.
આ સાથે સાથે દાદા પર પુષ્પની વર્ષા કરી દાદાના જન્મોત્સવ ની ઉજવણી કરી હતી. આ બાદ સાંજે પૂજ્ય હરિપ્રકાશદાસજી દ્વારા દાદા ની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી આ આરતીમાં લાખો દાદાના ભક્તોએ લાભ લીધો હતો તથા દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અન્નાકોટ ઉત્સવ પુષ્પ વર્ષા અને દાદાની આરતી નો ઓનલાઈન માધ્યમ દ્વારા લાખો ભક્તોએ લાભ લીધો હતો.
દાદાના જન્મોત્સવ નિમિત્તે સમગ્ર મંદિરને સ્વર્ગ કરતાં પણ વિશેષ લાઈટ અને ફૂલો દ્વારા શણગારવામાં આવ્યું હતું તથા અનેક પ્રતિષ્ઠિત મહેમાનોને જન્મોત્સવ નિમિત્તે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે સાળંગપુર ધામ કષ્ટભંજન દેવની પાવન ભૂમિ પર રામનવમીની પણ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી હનુમાન જયંતિ ની ઉજવણી નો લાખો ભક્તોએ લાભ લઇ આ દિવસને ખાસ બનાવ્યો હતો.