હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ ની પાવન ભૂમિ પર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આપી હાજરી દાદાના દર્શન કરી ગુજરાતની પ્રજા માટે કરી પ્રાર્થના અને મંદિર તરફથી મળી અનોખી ભેટ
હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે સમગ્ર ભારતમાં હનુમાન જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.આ પાવન અવસર નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજી સાળંગપુર ધામની પાવન ભૂમિ પર હનુમાન જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર મંદિરને ફૂલો અને લાઈટ દ્વારા શણગારવામાં આવ્યો હતો જેનો નજારો જોઈ તમામ લોકો મોહિત થઈ ગયા હતા. આ પાવન પર્વ નિમિત્તે લાખોની સંખ્યામાં દાદાના ભક્તો તથા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.
આ હનુમાન જન્મોત્સવ ના પાવન પ્રસંગ નિમિત્તે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આમંત્રણ ને માન આપી ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના ટ્રસ્ટી સાધુ-સંતો તથા કોઠારી સ્વામી દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તેમને હનુમાન જયંતિ ની મહાપૂજા અન્નકૂટ ઉત્સવ તથા પુષ્પ વર્ષામાં ભાગ લીધો હતો તથા દાદાના ચરણોમાં માથું ઝુકાવી ગુજરાતની પ્રજા માટે સારા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દાદામાં અપાર શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે આ જ કારણથી તેઓ અવારનવાર અનેકવાર સાળંગપુર ધામ ની મુલાકાત લેતા હોય છે. હાલમાં જ તેમને હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે સાળંગપુર ધામની મુલાકાત લઇ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ બાદ તેમણે મંદિરના સાધુ સંતો તથા કોઠારી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરી તેમની સાથે વાતચીત કરી હતી. મુલાકાત દરમિયાન સાધુ સંતો દ્વારા ભુપેન્દ્રભાઈ પટેલને કષ્ટભંજન દેવની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી. આ બાદ તેમણે મંદિરના ટ્રસ્ટી તથા સાધુ સંતો સાથે ફોટા પણ પડાવ્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.
જેમાં લોકોએ લાઈક અને કોમેન્ટ કરી જય શ્રી કષ્ટભંજન દેવના નારા લગાવ્યા હતા આ સાથે સાથે મુખ્યમંત્રી સાહેબની સાદગીના પણ મન ભરીને વખાણ કર્યા હતા. આટલા મોટા ગુજરાતના પદ પર હોવા છતાં પણ હંમેશા સાદગી ભર્યું જીવન જીવવાનું જ પસંદ કરે છે. જે પણ તેઓ પોતાના સંસ્કાર સંસ્કૃતિ અને સંસ્કારો ક્યારેય ભૂલ્યા નથી તેથી જ તેઓ આજે ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી બની ચૂક્યા છે હાલમાં તો તેણે દાદા ના આશીર્વાદ પ્રાપ્ત કરી રાજીપો વ્યક્ત કર્યો હતો.