ગ્વાલિયરમાં રહેતી શિવાનીએ કોઈ વ્યક્તિ સાથે નહીં પરંતુ ભગવાન કૃષ્ણ સાથે જ ફેરા ફરી લગ્ન કરી લીધા, લગ્ન બાદ એવી શરત મૂકી કે લોકો પણ હેરાન થઈ ગયા

આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે દરેક લોકો એકબીજા સાથે પ્રેમનું બંધન બાંધી લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરતા હોય છે પરંતુ ઘણીવાર ઘણા લોકોને કોઈ વ્યક્તિથી નહીં પરંતુ ભગવાનમાં અપાર પ્રેમ હોય છે આ જ કારણથી તેઓ ભગવાન સાથે પણ લગ્ન કરી લેતા હોય છે તેથી કહી શકાય કે આવા કળિયુગમાં પણ મીરાબાઈ હજુ જીવંત છે કે જે ભગવાનને પોતાનું સર્વસ્વ માની તેમાં જ પોતાનું જીવન વિતાવતા હોય છે. આવા જ એક વધુ લગ્ન સામે આવ્યા છે.

ગ્વાલિયરમાં રહેતી 23 વર્ષની શિવાનીએ દુનિયા નો જુઠો પ્રેમ છોડી પોતાનો સર્વસ્વ પ્રેમ લડ્ડુ ગોપાલમાં સમર્પિત કરી દીધો હતો. ભગવાન શ્રી લડ્ડુ ગોપાલમાં અપાર હેત અને પ્રેમ હોવાથી તેણે ભગવાન સાથે જ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. અને તેમની જાન વૃંદાવન મથુરાથી આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણને શણગારી સમગ્ર જાન સાધુ સંતો મહંતો સાથે ભક્તો ખૂબ જ ધામધૂમથી જાન લઈ મથુરાથી આવ્યા હતા. આ લગ્ન બાદ શિવાની વૃંદાવન જવા માટે રવાના થઈ હતી ત્યારબાદ તેણે કહ્યું હતું કે હું ત્યાં રોકાઈશ અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યા ધ્યાન કરીશ.

હિન્દુ શાસ્ત્રના અનેક પુસ્તકો વાંચી મારા જીવનને ધન્ય કરીશ જેમાં રામાયણ મહાભારત ભાગવત શિવપુરાણ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. શિવાની એ લગ્નમાં ગોપાલ ના માથામાં સિંદૂર પણ ભર્યું હતું. આ લગ્નની સમગ્ર વિધિ વૃંદાવન મથુરાના પંડિતોએ કરાવી હતી તથા લગ્નમાં ઉપસ્થિત તમામ લોકોને કળિયુગના મીરાના દર્શન થયા હતા. જેવી રીતે મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ અને શ્રદ્ધા ધરાવતી હતી તેવી જ રીતે શિવાની આજે પણ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે તેથી જ લોકોએ તેને મીરાબાઈનું પણ નામ આપ્યું હતું.

આ લગ્નમાં શિવાનીનું કન્યાદાન દીકરી ની જેમ સાર સંભાર રાખનાર ગૌરવ શર્મા અને તેની પત્નીએ કર્યું હતું. વૃંદાવનના પંડિતો દ્વારા સંપૂર્ણ મંત્ર સાથે આ લગ્નની વિધિ કરવામાં આવી હતી તથા શિવાની આ લગ્ન વિશે જણાવ્યું કે મેં આ લગ્નનો વિચાર સાત વર્ષ પહેલા જ કર્યો હતો જ્યારે આજે મારું આ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યો છે હું આ લગ્નથી ઘણી ખુશ છું. શીવાની એ બધું જણાવતા કહ્યું કે એવા લોકો સાથે શું લગ્ન કરવા છે જન્મ અને મૃત્યુ સાથે સંબંધ રાખે. હું મારા ભગવાન સાથે લગ્ન કરી અમર થઈ ગઈ છું આજથી હું મારા કૃષ્ણને મારું સર્વસ્વ માનું છું. તેમનામાં મારું સમગ્ર જીવન વિતાવી મારા જીવને ધન્ય બનાવીશ.

શિવાની ના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે જ્યારે માતા ઘરકામ સંભાળે છે. તેમની માતાએ આ લગ્ન વિશે જણાવ્યું કે પહેલા અમારો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો પરંતુ અમારી દીકરીની જીત સામે અમે નમી ગયા. પરંતુ આજે અમે ખૂબ જ ખુશ છીએ. લગ્નમાં મહેંદી રસમ હલ્દી રસમ જેવી અનેક રસમો પણ જોવા મળી હતી. ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *