લોકસેવક ખજૂર ભાઈ તેમની પત્ની અને પોતાની સમગ્ર ટીમ સાથે કુળદેવી માં શિહોરીના આશીર્વાદ કરવા પહોંચ્યા ચુંદડી અને હાર પહેરાવી માતાજીને કરી પ્રાર્થના જુઓ વાયરલ સુંદર વિડિયો
આજના સમયમાં કોઈ ભાગ્યે જ એવું હશે કે જે લોક સેવક ખજૂર ભાઈને નહીં ઓળખતુ હોય. ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની લોક સેવાના કાર્યોમાં હંમેશા આગળ રહે છે.ખજૂર ભાઈના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે જે તેમને સેવાના કાર્યો હંમેશા સાથ સહકાર અને પ્રેમ આપે છે. ખજૂર ભાઈ એ પોતાની સેવા થી અનેક લોકોને નવું જીવન આપ્યું છે. તથા બે ઘર લોકોને ઘર બનાવી તેમના જીવનમાં નવી ખુશીઓ આપી છે.
આજ કારણથી ખજૂર ભાઈ આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસેવાનો ડંકો વગાડી રહ્યા છે. તેઓ હંમેશા પોતાના દરેક કાર્ય પાછળ ભગવાનનો આભાર માનવાનો ભુલતા નથી તેમના પર ભગવાનના અસીમ આશીર્વાદ રહેલા છે આજ કારણથી તેઓ આજે સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે.
ખજૂરભાઈ અવારનવાર અનેક મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે. હાલમાં જ ખજૂર ભાઈ પોતાની પત્ની મીનાક્ષી દવે અને માતા સાથે કુળદેવી શિહોરી માં ના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જેનો વિડીયો ખજૂર ભાઈના પત્ની મીનાક્ષી દવે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો. જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.
વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે ખજૂર ભાઈ તેમની પત્ની અને માતા શિહોરી માતાના દર્શન કરવા માટે પગથિયાઓ ચડી રહ્યા છે. થોડા અંતરે વિરામ બાદ પરિવાર ખજૂર ભાઈ નો પરિવાર માતા સિહોરી ના દર્શન કરવા માટે આગળ વધે છે. ખજૂર ભાઈ અને તેમની પત્ની ખજૂર ભાઈ ના માતાને હાથ પકડી ડુંગર ચડાવે છે. આ દ્રશ્ય એ તમામ ચાહકોના દિલ જીતી લીધા હતા. વાયરલ વીડિયોમાં ખજૂર ભાઈ ની સમગ્ર ટીમ પણ જોવા મળી રહી છે.
આ બાદ ખજૂર ભાઈ અને તેમની પત્નીએ શિહોરી માતાજીને ચુંદડી તથા હાર પહેરાવી પ્રાર્થના કરી હતી. આ બાદ તેઓએ મંદિરના સાધુ સંતો મહંતો અને પૂજારીની મુલાકાત લીધી હતી. તથા તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ ગામના લોકો સાથે સેલ્ફી ફોટા પડાવી વિદાય લીધી હતી. જેના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
One Comment