ખજૂર ભાઈએ તો દિલ જીતી લીધું!! હનુમાન જયંતી નિમિત્તે ખજૂરભાઈ અને તેમની પત્ની મીનાક્ષી દવે એ વાનરો ને તરબૂચ અને કેળા ખવડાવી અનોખી સેવા કરી વાયરલ વીડીયો તમારું દિલ જીતી લેશે

નીતિનભાઈ જાની એટલે કે આપણા લોક સેવક ખજૂર ભાઈ એ આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વના દરેક ખૂણે સેવા કાર્યની દુનિયામાં એક અલગ ઓળખ ઊભી કરી છે તે આપણા સમગ્ર ગુજરાતવાસીઓ માટે ખૂબ ગર્વની વાત છે.

ખજૂર ભાઈ પોતાની આવકનો મોટેભાગનો હિસ્સો સેવાના કાર્યો પાછળ જ વાપરે છે તે દરેક માનવીઓ થી માંડી પશુ પક્ષીઓની પણ અવારનવાર ખૂબ સારી રીતે સેવા કરે છે. ખજૂર ભાઈના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો કરેલા છે જે તેમને દરેક સેવાના કાર્યોમાં ખૂબ સાથ સહકાર અને પ્રેમ આપે છે.

હાલમાં જ ખજૂર ભાઈ ના પત્ની મીનાક્ષી દવે એ થોડા સમય પહેલા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક વિડિયો શેર કર્યો હતો જેમાં જોવા મળી રહ્યું છે કે હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે ખજૂરભાઈ અને તેમની પત્ની મીનાક્ષી દવે એ જંગલમાં રહેતા ભૂખ્યા અને તરસ્યા વાનરોને તરબૂચ અને પાણીની સેવા કરી હતી. વીડિયોમાં આપ જોઈ શકો છો કે ખજૂર ભાઈ અને તેમના પત્ની ગાડી લઈને વાનરોની સેવા કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમને સૌપ્રથમ તમામ વાનરોને પાણી આપી ત્યારબાદ ઠંડા તરબૂચ ખવડાવી રહ્યા છે. આ બાદ તમામ વાનરોને કેળા પણ આપ્યા હતા.

તમામ વાનરોએ ખજૂર ભાઈ ની ગાડી ઉપર ચડી ને પણ મોજ મસ્તી કરી હતી. આ બાદ મીનાક્ષી દવે વિડીયો વાયરલ કરતા કેપ્શન માં લખ્યું હતું કે અપને આસપાસ કે હનુમાનજી ભુખે તો નહીં હે ના વો બાત કા જરૂર ખ્યાલ રાખે આવું કહી તેણે દરેક લોકોને જીવ દયા પ્રત્યેની સેવાનો સંદેશ આપ્યો હતો. આ વિડીયો વાયરલ થતાની સાથે જ ખજૂર ભાઈ તથા તેમની પત્ની મીનાક્ષી દવે દરેક ચાહકોના દિલ જીતી લીધા હતા.

આ વિડીયો દરેક લોકોને હૃદયમાં સ્પર્શી ગયો હતો. હનુમાનજી ના પાવન પર્વ નિમિત્તે હનુમાનજીના સ્વરૂપે એવા વાનરોની સેવા કરી ખજૂર ભાઈએ હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ખજૂર ભાઈ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના કોઈપણ ખૂણે જીવ દયા પ્રત્યેની સેવા હંમેશા કરતા હોય છે.

આ જ કારણથી ખજૂર ભાઈ આજે પણ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે જેમાં લોકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી ખજૂર ભાઈ ને આશીર્વાદ તથા મન ભરીને વખાણ કરી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *