|

દિલદારી હોય તો આવી!! ખજૂર ભાઈએ એક કાર્યક્રમમાં કહ્યું કે નામ અને એડ્રેસ મોકલી દેજો અમેરિકાથી તમારા માટે વસ્તુ લાવીશ પણ iphone મંગાવતા પેહલા આ વાયરલ વિડિયો જુઓ

ગુજરાતના જાણીતા લોકસેવક નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ આજે લોક સેવાની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે તેનું નામ આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે એક નાનકડા કોમેડી youtube ચેનલ થી શરૂ કરી આજે ખજૂર ભાઈ સેવા કાર્યની દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે તેને અનેક બેઘર લોકોને ઘર બનાવી તેમના જીવનમાં નવી ખુશીઓ અને આનંદ આપી છે તથા નવું જીવન આપી પોતે અનેક સતના કાર્ય કર્યા છે.

આજ કારણથી ખજૂર ભાઈને આજે ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમની સેવાના દરેક કાર્યોમાં ખૂબ સાથ સહકાર આપે છે. ખજૂર ભાઈ આજે દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હાજર તમામ લોકોને સેવા કાર્ય પ્રત્યે જાગૃત કરી તેમને પણ જેવા કાર્ય માં આગળ વધારે છે.

ખજૂર ભાઈ ના વિચારો લોકોને ખૂબ જ પસંદ આવે છે આ જ કારણથી ખજૂર ભાઈ કોઈપણ કાર્યક્રમમાં પોતાના વિચારો લોકો સમક્ષ લાવી એક નવી પહેલની શરૂઆત કરે છે. ખજૂરભાઈ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક વિડીયો તથા તસવીરો શેર કરતા હોય છે જેમાં તે લોકોને સેવા પ્રત્યે આગળ વધારવા માટે પ્રયત્ન કરતા હોય છે.

થોડા સમય પહેલા જ ખજૂરભાઈ એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખજૂર ભાઈને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જ્યાં લોકોએ ખજૂર ભાઈ સાથે ફોટો અને સેલ્ફી પડાવ્યા હતા. ખજૂર ભાઈ એ પણ પોતાના વિચારો રજૂ કરતા લોક સેવાનો સંદેશ આપ્યો હતો ત્યારબાદ કહ્યું હતું કે હું ટૂંક જ સમયમાં અમેરિકા જાઉં છું જેને જે કંઈ પણ મંગાવું હોય તેણે મારી આઈડી માં મેસેજ કરવો ત્યારબાદ તેના ભાઈ લાલાભાઇ કહી રહ્યા છે કે આ મજાક નથી આ બાદ રમુજી સ્વભાવમાં ખજૂર ભાઈએ કહ્યું હતું કે iphone મંગાવતા નહીં તેની સિવાય કંઈ પણ વસ્તુ હું તમારા માટે અમેરિકાથી લેતો આવીશ.

આબાદ નીતિનભાઈ જાની અને તેના ભાઈએ કહ્યું હતું કે તમારે શું જોઈએ છે અને તેનું એડ્રેસ અમને મોકલી આપજો એટલે તમારા માટે અમેરિકાથી અમે જરૂર તે વસ્તુ લેતા આવશું. આબાદ ખજૂર ભાઈએ કહ્યું હતું કે તમે સૌ લોકો જાણો જ છો કે ખજૂર ભાઈ ખૂબ દિલદાર છે. આબાદ ઉપસ્થિત તમામ લોકોને આઇ લવ યુ કહી કાર્યક્રમમાંથી વિદાય લીધી હતી.

પરંતુ તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં તેમના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તથા ખજૂર ભાઈ માટે લોકોએ કોમેન્ટ દ્વારા પ્રેમ દર્શાવ્યો હતો. એની સાથે સાથે અમેરિકા ના પ્રવાસ માટે લોકોએ ખજૂર ભાઈને તથા તેની સમગ્ર ટીમને શુભકામના પાઠવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *