ભારતીય યુવકના કેનેડામાં પૈસા બચાવવા પડ્યા ભારે!! એક વિડિયોએ યુવકનું ભવિષ્ય બગાડી નાખ્યું જાણો સત્ય હકીકત

આપણા ભારત દેશમાંથી અનેક યુવાનો વિદેશ તરફ આગળ વધી રહ્યા છે ઘણા યુવાનોનું સપનું વિદેશ જઇ પૈસા કમાવાનું હોય છે. પરંતુ તમામ યુવાનોને વિદેશમાં રહી અનેક સંઘર્ષો તથા મુશ્કેલી સામે લડવું પડે છે. ઘણા યુવાનો પોતાના કોલેજ અને યુનિવર્સિટી ની ફી ભરવા માટે પાર્ટ ટાઇમ અથવા ફુલ ટાઈમ જોબ કરતા હોય છે. ઘણા યુવાનો બચત કરી વધારે પૈસા બચાવતા હોય છે. પરંતુ કેનેડામાં રહેતા એક યુવાનને પૈસા બચાવવા ભારે પડ્યા હતા જેને કારણે તેને નોકરી ગુમાવવાનો પણ વારો આવ્યો હતો.

કેનેડામાં રહેતા આ ભારતીય યુવાને અનેક યુવાનો માટે ફૂડ બેંકમાંથી મફત ખોરાક લીધો હતો. મેહુલ પ્રજાપતિ નામનો ભારતીય યુવક ડેટા સાયન્ટિસ્ટ તરીકે કેનેડામાં કામ કરે છે. એણે પોતાના વીડિયોના માધ્યમ દ્વારા યુવાનોને જણાવ્યું હતું કે તે કેવી રીતે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને કરિયાણાની વસ્તુ ન લાવીને પોતાના પૈસા બચાવે છે. તે કેનેડામાં આવેલા ટ્રસ્ટ સંસ્થા અને ફૂડ બેંક દ્વારા મફત ખોરાક મેળવે છે. આ બાદ વીડિયોમાં તે શાકભાજી અને કરિયાણા થી ભરેલી બેગો બતાવે છે. આ વિડીયો તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો.

આ બાદ તેને કેપ્શન માં લખ્યું હતું કે તે ડેટા સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે અને તેનો વાર્ષિક પગાર 81 લાખ કરતા પણ વધારે છે. આ વિડીયો તેણે ખૂબ ગર્વથી અપલોડ કર્યો હતો. ત્યારબાદ તેણે દર્શાવ્યું હતું કે ચેરિટી ફૂડ બેંકમાંથી કેટલું મફતમાં ફૂડ મળે છે. 21 એપ્રિલના રોજ આ યુવાનનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. આ બાદ લોકોએ અલગ અલગ કોમેન્ટ કરી પોતાના મંતવ્ય દર્શાવ્યા હતા. ઘણા લોકો તેના સપોર્ટમાં હતા તો ઘણા લોકો તેના વિરોધમાં રહી પોતાના વિચારો રજૂ કરતા હતા ત્યારબાદ તેણે આવેલા મેલમાં તેને નોકરીમાંથી કાઢી નાખ્યો હતો.

આ બાદ ભારતીય યુવક મેહુલ પ્રજાપતિએ કહ્યું હતું કે એ જરૂરિયાત મંદોને સેવા કરવા માટે ફૂડ ચોરી નહોતો કરતો પણ યુનિવર્સિટીમાંથી ચલાવવામાં આવેલા કાર્યક્રમનો લાભ લઈ રહ્યો હતો. કોલેજ તરફથી ચલાવવામાં આવેલા ફૂડ ઇન સિક્યુરિટી હેઠળ તમામ વિદ્યાર્થીઓને મફત સામાન આપવામાં આવે છે.

વાયરલ વીડિયોમાં પ્રજાપતિએ કોઈપણ બેંકનો ઉલ્લેખ કર્યો નથી. એને માત્ર જણાવ્યું હતું કે કેનેડાની મોટાભાગની કોલેજ અને યુનિવર્સિટીમાં ફૂડ બેંક નો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રસ્ટ અને અન્ય બિન સંચારી સંસ્થાઓ ચલાવવામાં આવે છે. જોકે ઘણા લોકો કહી રહ્યા છે.

આ માત્ર અફવા માટે ફેલાવવામાં આવેલો વિડિયો છે. તેણે કહ્યું તે કોઈપણ બેંકનો કર્મચારી ન હતો. એને કહ્યું હતું કે ઇન્ટરનશીપ દરમિયાન નો મને હજુ સુધી પગાર મળ્યો નથી હાલમાં તો આ વાત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેને કારણે અનેક લોકો ખૂબ ચિંતામાં મુકાયા છે કારણ કે આજના સમયમાં વિદ્યાર્થીનું ભવિષ્ય વિદેશની ધરતીમાં પણ સુરક્ષિત નથી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *