સુરાપુરા ધામ ભોળાદ આઠમા પાટોત્સવના પ્રસંગ નિમિત્તે ભુપેન્દ્ર ચુડાસમા, કમો, રાજદીપસિંહ રીબડા સહિત અન્ય મહેમાનો એ આપી હાજરી જુઓ ખાસ તસવીરો
સુરાપુરા ધામ ભોળાદ ખાતે દાદાનો આઠમો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. અહીં રાજાજી તેજાજી દાદાની કૃપાથી અનેક લોકો દેશ વિદેશથી દાદા ના દર્શન કરવા માટે ભોળાદ ખાતે પધાર્યા હતા. આઠમા પાટોત્સવના પાવન પ્રસંગ નિમિત્તે અનેક મહેમાનોને આમંત્રણ કાર્ડ આપી દાદાના આઠમા પાટોત્સવમાં પધારવા માટે ભાવ ભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.
હનુમાન જયંતીના પાવન દિવસે દાદાના આઠમા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગને અનુરૂપ અનેક પ્રતિષ્ઠિત મહેમાનો એ દાદાના આઠમાં પાટોત્સવમાં હાજરી આપી હતી. દાદાના આ પાટોત્સવમાં રીબડાના સાવજ તરીકે ઓળખાતા રાજદીપસિંહ રીબડાએ શૂરવીર વંદનામાં હાજરી આપી હતી. રાજદીપસિંહ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તેણે દાદા ના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ બાદ કિર્તીદાન ગઢવી તથા અન્ય કલાકારો ના ડાયરામાં જોવા મળતા કમાભાઈ એ પણ દાદા ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા ડાયરામાં મોજ માણી હતી. આ સાથે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના આર્યન ભગત એ હાજરી આપી હતી. જોકે આર્યન ભગત પૂજ્ય ગુરુ શ્રી દાનભા બાપુ પ્રત્યે અપાર હેત ધરાવે છે આજ કારણથી ભોળાદના અનેક પ્રસંગોમાં આર્યન ભગત અચૂક હાજરી આપે છે.
ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી એ પણ દાદાના આ પાવન પ્રસંગ નિમિત્તે હાજરી આપી હતી. એમને પણ દાદા ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તથા ધોળકાના વિકાસ માટે આશીર્વાદ મેળવ્યા હતા. આ બાદ ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ દાદાના આઠમા પાટોત્સવમાં હાજરી આપી હતી તથા પૂજ્ય ગુરુ શ્રી દાનભા બાપુ સાથે વાતચીત કરી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
માનનીય શ્રી ભુપેન્દ્ર ચુડાસમા નું ભોળા સેવક ગણ તથા ટ્રસ્ટીગણ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. દાદાના આઠમા પાટોત્સવ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત મહેમાનો એ હાજરી આપી પ્રસંગની શોભા વધારી હતી.